• થરાદમાં કાર્યક્રમોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને જાહેર પ્રસંગે મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી
    ગુજરાત 31-10-2022 11:10 AM
    • કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કારને કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો છુંઃ પીએમ
    થરાદ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થરાદમાં આજે રૂ. 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને અનેક જાહેરાતો કરી હતી. પાણીને લગતા અનેક પ્રોજેક્ટ શરૂ થવાથી લઈને જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે અને ત્યારબાદ મોદીએ મોરબી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને સંબોધનની શરૂઆત કરી હતી. 

    મોરબી હોનારતથી તેમણે ભાષણની શરૂઆત કરતા તેમણે કહ્યું કે આપણા અનેક સ્વજનો, નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યા છે. આપણી સૌની સંવેદના પીડિત પરિવારોની સાથે જ છે. ભૂપેન્દ્રભાઈ તથા તેમની સરકારના સાથી મિત્રો શક્ય તેટલા પ્રયાસો કરીને કામ કરી રહ્યા છે. કાલે રાત્રે જ ભૂપેન્દ્રભાઈ મોરબી પહોંચી ગયા હતા અને રાહત કામગીરી અંગે કમાન સંભાળી લીધી છે. હું સતત તેમના સંપર્કમાં જ છું. મોરબીમાં એનડીઆરએફ, લશ્કર, વાયુસેનાના જવાનો રાહત કામગીરીમાં જોડાઈ ગયા છે. આજે બનાસકાંઠાની ધરતીથી હું લોકોને વિશ્વાસ આપું છું કે વિકટ પરિસ્થિતિમાં સરકાર તેમના તરફથી કોઈ કસર બાકી રહેવા નહીં દે. મારું મન બહુ વ્યથિત છે અને હું દુવિધામાં હતો કે આ વિકાસના કામો છે. બનાસકાંઠામાં પાણીનું મહત્વ હું જાણું છું. કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કારને કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો છું. ગુજરાતના લોકો મુસીબતોમાં મોટા થયા છે અને ભૂકંપનો ભયંકર સામનો પણ કર્યો છે. પગ વાળીને બેસ્યો નથી પરિણામનો પ્રયાસ કરવા ટેવાયો છું. 

    ઉલ્લેખની છે કે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રૂ.8034 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને વિકાસ કાર્યોની જાહેરાત કરી હતી. તેમજ દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે નાંખ્યો હતો તેને સાકાર કરવા ભૂપેન્દ્ર પટેલ છેલ્લા એક વર્ષથી કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં તેઓ ઊભા રહ્યા છે. ખરાદમાં પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશનલ કેનાલ, પાણીસંગ્રહની વાધારાની સુવિધા તેમજ નવા બેરજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અને આના લીધે આગામી દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!