• પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે, સાબર ડેરીના 1030 કરોડની કિંમતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
    ગુજરાત 27-7-2022 11:03 AM
    • બનાસકાંઠા સ્થિત સાબર઼ ડેરીના પ્લાન્ટની પીએમ મોદી મુલાકાત લેશે
    સાબરકાંઠા

    ચૂંટણી પહેલા ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી અનેક દિગ્ગજ રાજકીય નેતાઓના ધામા જોવા મળી રહ્યા છે. ત્યારે આવતીકાલે સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની પીએમ મોદી મુલાકાત લેશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સાબરડેરીના રૂ.1130 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત 28મી જુલાઈ 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ેને લઈને જિલ્લાના પ્રભારી અને મંત્રી કુબેરભાઈ ડીંડોર અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હિંમતનગરના સાબરડેરીથી તલોદ રોડ પર આવેલ ગઢોડા ખાતે યોજાનાર સભાસ્થળ, હેલીપેડ અને સાબરડેરી ખાતે મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા દૂધ ઉત્પાદન સહકારી સંઘ સાબરડેરીના ડિરેક્ટરો, ચેરમેનો વગેરેમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી હતી. અહીં યોજાનાર કાર્યક્રમની સ્થળની મુલાકાત પંડાલ, સભાસ્થળ તેમજ પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના અને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!