• કવિતા : લાગણીના તાર
    હૃદય મહી વાત્સલ્યની છટાં, એ બહાર લાવી ગઈ; 
    મમતાના રૂપમાં, લાગણીના તાર એ બંધાવી ગઈ.
    લાડકી દીકરી બાપુના આંખનો તારલો બની ગઈ;
    બાપુના હૃદયે, હરખના આંસું એ વરસાવી ગઈ. 
    ભાઈ-બહેનની લડાઈમાં રક્ષાની દોર બંધાઈ ગઈ; 
    તહેવારના ઉત્સવ સમી, એ યાદોને સંવેદાઈ ગઈ. 
    ઋણાનુબંધના સંબંધે બંધાઈને, એ તીવ્ર બની ગઈ;
    અંતર મન મહી આનંદની એ અનુભૂતિ કરાવી ગઈ. 
    માનવમન મહી સંબંધની પરિભાષા એ સમજાવી ગઈ;
    એ પરિભાષાને સમજીને વ્યવહારું જ્ઞાન અપનાવી ગઈ. 
    સુખ-દુઃખના સાથી બનીને એ સાથ આપી ગઈ;
    જીવનનાં રંગોમાં મેઘધનુષની એ પાંખ બની ગઈ. 
    હૃદય મહી વાત્સલ્યની છટાં, એ બહાર લાવી ગઈ; 
    મમતાના રૂપમાં, લાગણીના તાર એ બંધાવી ગઈ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!