• રકુલપ્રીત સિંહની ફિલ્મ ‘છત્રીવાલી’નું પોસ્ટર રિલીઝ

    મુખવાસ 2-12-2022 10:59 AM
    ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનુ સ્થાન બનાવનાર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હવે નવી ફિલ્મમાં જોવા મળશે. અભિનેત્રીની આગામી ફિલ્મ ‘છત્રીવાલી’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી શાનદાર ભૂમિકામાં જોવા મળશે.

    અભિનેત્રી રકુલ પ્રીત હાલમાં જ રિલીઝ થયેલી અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેંક ગોડ’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો ન હતો. હવે રકુલ પ્રીતની ‘છત્રીવાલી’નું ફર્સ્ટ લૂક પોસ્ટર આવી ગયું છે.

    અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર ‘છત્રીવાલી’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું. આ ફિલ્મમાં રકુલ પ્રીત એવી ભૂમિકા ભજવવા જઈ રહી છે, જે આજ સુધી કોઈ અભિનેત્રીએ ભજવી નથી. અભિનેત્રીની આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય પરંતુ OTT પર જોવા મળશે.પોસ્ટર શેર કરતી વખતે રકુલે કેપ્શનમાં લખ્યું છે કે- જો દુનિયા બદલાઈ રહી છે તો આપણી વિચારસરણી પણ બદલવી જોઈએ. ‘છત્રીવાલી’ના આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે રકુલ ઉત્સાહિત મૂડમાં જોવા મળી રહી છે અને તેના હાથમાં માનવ શરીરનો ચાર્ટ છે. તમને જણાવી દઈએ કે રકુલ આ ફિલ્મમાં કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા ભજવી રહી છે. જે આજ સુધી બોલિવૂડની કોઈ અભિનેત્રી ભજવી શકી નથી.જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આશા છે કે ‘છત્રીવાલી’ આવતા વર્ષે જાન્યુઆરીના અંતમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં રકુલ ઉપરાંત હિન્દી સિનેમાના કલાકારો સતીશ કૌશિક, રાજેશ તૈલાંગ અને સતીશ વ્યાસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    રકુલ પ્રીતની ફિલ્મ ‘પપેટ’ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!