• 2000નું પેટ્રોલ પુરાવવું હોય તો જ 2000ની નોટ આપવી’નાં પોસ્ટર લગાડ્યાં
    મુખ્ય શહેર 2-6-2023 10:03 AM
    • ગુલાબી નોટ પકડાવી 200નું પેટ્રોલ પુરાવતા લોકો માટે પેટ્રોલ પમ્પ સંચાલકનો કીમિયો
    ગાંધીનગર

    ચલણમાંથી રૂપિયા 2000ની નોટને પરત લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે નગરના પેટ્રોલ પંપ ઉપર જો તમારે રૂપિયા 2000 કે તેનાથી વધુની ખરીદી ઉપર રૂપિયા 2000ની નોટ સ્વિકારવામાં આવશે. અન્યથા રૂપિયા 50 કે રૂપિયા 100ની ખરીદી ઉપર રૂપિયા 2000ની નોટ સ્વિકારાશે તેના માટે ગ્રાહકોએ બેન્કમાં જવાનું રહેશે તેવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. ઉપરાંત નીચે પેટ્રોલ પંપના લોગો મુકવામાં આવ્યા છે.

    રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણમાંથી રૂપિયા 2000ની નોટ પરત લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આગામી 30મી, સપ્ટેમ્બર-2023 સુધી 2000ની નોટ બેન્કોમાં સ્વિકારવામાં આવશે. તેના બદલામાં અન્ય ચલણી નોટો આપવામાં આવી રહી છે. જોકે રીઝર્વ બેન્કના નિયમોનુસાર હાલમાં માત્ર એક વખત રૂપિયા 20000ની 2000ની ચલણી નોટો સ્વિકારવામાં આવે છે. ઉપરાંત રીઝર્વ બેન્કની ગાઇડ લાઇન મુજબ બચત કે કરન્ટ બેન્ક ખાતામાં ગમે તેટલી 2000ની નોટ જમા કરાવી શકે છે. જોકે 2000ની ચલણી નોટને નગરના પેટ્રોલ પંપ ઉપર સ્વિકારવામાં નહી આવતા નગરવાસીઓને હાલાકી પડી રહી છે. જોકે પેટ્રોલ પંપ ઉપર સ્ટીકર મારવામાં આવ્યા છે કે ભારત સરકારની આરબીઆઇ દ્વારા રૂપિયા 2000ની ચલણી નોટ આગામી તારીખ 30/9/2023 સુધી રૂપિયા 2000 કે તેનાથી વધુની ખરીદી ઉપર જ 2000ની નોટ સ્વિકારાશે.

    જ્યારે 2000ની નોટો બદલવાની સુવિધા માત્ર બેન્કો સુધી મર્યાદિત છે. પેટ્રોલ પંપ ઉપર રૂપિયા 50 કે રૂપિયા 100ની ખરીદી ઉપર 2000ની ચલણી નોટ સ્વિકારવામાં આવશે નહી. આથી નગરવાસીઓને હાલાકી પડી રહી છે. જોકે આરબીઆઇએ 2000ની નોટ ચલણમાં ચાલુ છે તેને બંધ કરવામાં આવી નથી તેવી ગાઇડ લાઇન હોવા છતાં પેટ્રોલ પંપ ઉપર અમલવારી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો નગરવાસીઓએ કર્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!