• ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સની કિંમત ઘટી શકે, ઉત્પાદકો સબસિડીની રાહમાં
    વ્યાપાર 17-3-2023 12:55 PM
    દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. મોટાભાગના થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે. તેનો ઉપયોગ પેસેન્જર વાહનો તેમજ કોમર્શિયલ વાહનો તરીકે થઈ રહ્યો છે. થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને પહોંચી વળવા ઉત્પાદકો 50 ટકા ફેમ સબસિડીની અપેક્ષા રાખે છે. ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના ઉત્પાદકોએ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે યોજના હેઠળ સબસિડીમાં ઓછામાં ઓછા 50 ટકાનો વધારો કરવા સરકારનો સંપર્ક કર્યો છે.

     ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને હાલમાં ફાસ્ટર એડોપ્શન ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ (FAME) પોલિસીના બીજા તબક્કા હેઠળ વેચાતા થ્રી વ્હીલર પર 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાક (kWh)ની સબસિડી મળે છે. ઉત્પાદકો ઇચ્છે છે કે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને આપવામાં આવતા પ્રોત્સાહનો સાથે મેળ કરવા માટે તેને ઓછામાં ઓછા રૂ. 15,000 પ્રતિ kWh સુધી વધારવામાં આવે. કિલોવોટ કલાક (kWh) એ વાહનમાં બેટરીના સાઈઝનો ઉલ્લેખ કરે છે.જેટલી મોટી બેટરી હશે તેટલી વધુ સબસિડી, જો કે તેની મહત્તમ મર્યાદા 5 લાખ રૂપિયા છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.