• શિક્ષણની ગુણવત્તા સુધારવા શાળાઓના મૂલ્યાંકનને પ્રાથમિકતા
    ગુજરાત 21-3-2023 09:17 AM
    • શાળાઓનુ 61 માપદંડના આધારે મૂલ્યાંકન કરી એક્રેડીટેડ કરાય છે
    • છેલ્લા બે વર્ષમાં હજારો પ્રાથમિક શાળામાં સર્વગ્રાહી મૂલ્યાંકન કરાયું
    ગાંધીનગર

    રાજ્યના દરેક વાલીઓની આશા અને અપેક્ષા હોય છે કે, તેમના બાળકો ભણી-ગણીને પ્રથમ આવે. તેમની આ અપેક્ષાને પરિપૂર્ણ કરવાની કટિબદ્ધતા દાખવી તેમના ભણતરને સુધારવાની અને મૂલ્યાંકનની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડી છે, તેમ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓના મૂલ્યાંકન અંગે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ 61 જેટલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી શાળાઓને એક્રેડીટેડ કરવામાં આવે છે અને રિપોર્ટના આધારે શાળાઓમાં સુધારા માટે જરૂરી સૂચનો આપવામાં આવે છે.

    તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ગુણોત્સવ 2.0 અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કુલ 1272 પ્રાથમિક શાળાઓ, ગાંધીનગર જિલ્લામાં 1124 શાળાઓ અને કચ્છ જિલ્લાની 2852 પ્રાથમિક શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકનની કામગીરી ગત બે વર્ષમાં કરવામાં આવી છે.મૂલ્યાંકન થયેલ તમામ શાળાઓને ગુણોત્સવ-૨ અંતર્ગત રીપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યક્ષેત્ર અને પેટાક્ષેત્ર પ્રમાણે તેમની શાળાની સારી બાબતો અને શાળાની સુધારાત્મક બાબતો ઉપરાંત શાળાને પ્રાપ્ત થયેલ ગ્રેડ અને ટકા પણ દર્શાવવામાં આવે છે, તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!