• ગુનાઇત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અને સુરક્ષા માટે અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામુ
    મુખ્ય શહેર 1-3-2023 04:13 PM
    • સીમકાર્ડ, સ્કૂટરોના વેચાણમાં યોગ્ય કાર્યરીતિનું પાલન કરવું પડશે, જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવા પડશે
    અમદાવાદ

    અમદાવાદ શહેરમાં ગુનાઇત પ્રવૃત્તિઓમાં મોબાઇલ સીમકાર્ડ, સ્કૂટરો અને સાયકલોના થતા દૂરુપયોગને તથા શોપિંગ મોલ જેવી જાહેર જગ્યાઓએ આતંકવાદી હુમલા જેવા જોખમોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે મોબાઇલ સીમકાર્ડની ખરીદી, સ્કૂટર અને સાયકલોના ખરીદ- વેચાણ માટે યોગ્ય કાર્યરીતિનું પાલન થાય તે માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલા તમામ શોપિંગ મોલના માલિકોને ચુસ્ત અને સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો હુકમ કર્યો છે. વધારામાં શોપિંગ મોલ્સ, જ્વેલર્સની દુકાનો, હોટલો, કોમર્શિયલ સેન્ટરોમાં સિક્યોરિટી ગાર્ડ/ મેટલ ડીટેકટર તથા સી.સી.ટી.વી. કેમેરાની ગોઠવણી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 

    સીમકાર્ડના ખરીદ-વેચાણ માટેના માન્ય દસ્તાવેજોને ડિસ્ટ્રિબ્યુટર્સે જાળવી રાખવા પડશે
    અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઇલ ફોનના સીમકાર્ડ લેતી વખતે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજો ડિસ્ટ્રીબ્યુટર/રીટેલર વિક્રેતાઓએ બરાબર ચકાસણી કરવી તથા તમામ પુરાવાઓની ઝેરોક્ષ રાખવી અથવા ડિઝીટલ ફોર્મમા પુરાવાઓ રાખવા અને આ અંગેના ડિસ્ટ્રીબ્યુટર/રીટેલર દ્વારા ડિજિટલ એક્ટિવેશન થકી KYC/O-KYC કરવામાં આવે છે જેની માહિતી દરેક ડિસ્ટ્રીબ્યુટર/રીટેલરે excel formatમાં ત્રણ વર્ષ સુધી સાચવવાની રહેશે તથા તેની હાર્ડકોપી કાઢીને રેકોર્ડમાં રાખવાની રહેશે. આ દરમિયાન data theft, data loss કે data corrupt ન થાય તે જોવાની જવાબદારી ડીસ્ટ્રીબ્યુટર/રીટેલરે વિક્રેતાની રહેશે અને ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજીસ્ટર રાખવું અને તેની ઓળખ અંગેની ફરજિયાત નોંઘણી રજિસ્ટરો નિભાવીને કરવાની રહેશે. 

    સાયકલ-સ્કૂટરના વેચાણ અંગે સૂચનાઓ
    અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સાયકલ વેચનાર તેમજ બેટરીથી ચાલતા સ્કુટર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ ખરીદનારને બિલ આપવું અને તેની તેની સ્થળ પ્રત કબજામાં રાખવી, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખ પત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કોઈપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક માન્ય પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ બેટરીથી ચાલતા સ્કૂટર વેચાણ કરનારે મેળવવાનો રહેશે. બિલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર લખવો. વેચાણ બિલમાં સાયકલ/સ્કુટરનો ફ્રેમ નંબર/ચેચીસ નંબર અવશ્ય લખવો.

    શોપિંગ મોલ્સમાં સુરક્ષા જાળવવી પડશે
    મૉલના પાર્કિંગ અંદર પ્રવેશતા વ્યક્તિઓ અને તમામ વાહનોનું ઉંડાણપુર્વક ચેકિંગ, વ્યક્તિઓ હથિયારો કે વિસ્ફોટક પદાર્થો લઇને પ્રવેશે નહિ તેની તકેદારી, પાર્કિંગ સ્થળો બેસમેન્ટની નિયમિત એન્ટી સબોટેજ ચેકિંગ માટે એક્સ્પ્લોઝિવ ડિટેક્શનના સાધનો વસાવવા, Night vision સુવિધાવાળા CCTV કેમેરા લગાડવા, ઉંચ્ચ ગુણવતાવાળી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાના આદેશો શોપિંગ મોલ્સ માટે આપવામાં આવ્યા છે.

    સીસીટીવી કેમેરા માટેની સૂચનાઓ
    જાહેર સ્થળોમાં લગાડવામાં આવેલ સી.સી.ટી.વી.કેમેરા આંતકવાદી પ્રવૃતિઓ તેમજ ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડીરૂપ બને છે. આ માટે જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, શોપીંગ મોલ્સ/ મલ્ટિપ્લેક્ષ થિયેટર્સ/ કોમર્શીયલ સેન્ટર થ્રી સ્ટારથી ઉપરની હોટલો ઉપર સિક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર ઉપર સિક્યુરીટી ગાર્ડ/ મેટલ ડીટેકટર તથા સી.સી.ટી.વી. કેમેરાની ગોઠવણી કરવી. તેમજ આ જગ્યાઓના પાર્કીંગ/ ભોયરું, તમામ માળ ઉપર સીક્યુરીટી ગાર્ડ અને સી.સી.ટી.વી. કેમેરાની ગોઠવણી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

    આ ઉપરાંત, ૧૦ થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતાં રેસ્ટોરન્ટ/ ગેસ્ટ હાઉસ/ લોજીંગ બોર્ડીંગ ધર્મશાળા અતિથિ ગૃહ/વિશ્રામગૃહ કોમર્શીયલ સેન્ટર પેટ્રોલપંપ ટોલપ્લાઝા બહુમાળી બિલ્ડીંગ પાવર હાઉસ વગેરે ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાડવા પડશે. આ હુકમ 27 ફેબ્રુઆરીથી 27 એપ્રિલ, 2024 એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!