• થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કરાતા ગાંધીનગરમાં વિરોધ
    મુખ્ય શહેર 20-9-2022 11:52 AM
    • ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન મામલે મોટીસંખ્યામાં ખેડૂતો પાટનગર પહોંચ્યા
    ગાંધીનગર

    ગાંધીનગરમાં વધુ એક મામલે ખેડૂતો વિરોધ કરવા માટે પહોંચ્યા છે.ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મામલે મોટી સંખ્યામાં ખેડૂતોએ મંગળવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મહસભામાં એકઠા થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા કરીને ખેડૂતોને રસ્તે રઝળપાટ કરતા કરી દીધા છે, જેથી કોઈપણ સંજોગોમાં અમારી જમીન પરત લઈને જ રહીશું.

    ભારત સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ,સુઇગામ અને થરાદમાંથી પસાર થાય છે. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. જોકે આ પ્રોજેકટમાં જંત્રીના ભાવે ખેડૂતોની મોંઘી જમીન સસ્તા ભાવે સંપાદન કરતાં ખેડૂતોની હાલત કફોડી બનતાં તેઓ હવે બીજે ક્યાંય જમીન લઈ શકે એમ નથી. તો પશુપાલનનો વ્યવસાય પણ કરી શકે એમ ન હોવાથી તેવો આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે.

    આ પ્રોજેકટનો ખેડૂતોએ વિરોધ કરીને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા આજદિન સુધી ખેડૂતોની માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જિલ્લા લેવલે આવેદનપત્રો આપીને થાકેલા ખેડૂતોએ આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે 213 કિલોમીટર હાઈવેમાં 160 ગામની હજારો એકર જમીન સંપાદિત કરવાની હોવાથી હજારો ખેડૂતો જમીન હોલ્ડિંગ ગુમાવતાં ખેડૂત મટીને ખેતમજૂર બની જશે. ફેન્સિંગવાળો એક્સપ્રેસ હાઈવે બનવાનો હોવાથી જમીનના બે ટુકડા પડી જતાં ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ જશે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!