• 'મોદી અટક' પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા

    ગુજરાત 23-3-2023 01:30 PM
    • સજાને કારણે તેમના સંસદસભ્યના પદ પર જોખમ

     સુરત

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુજરાતમાં સુરતની એક સેશન્સ કોર્ટ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અટક વિશેની તેમની ટિપ્પણી પર 2019ના ફોજદારી માનહાનિના કેસમાં ગુરુવારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, તેમને જામીન આપવામાં આવ્યા હતા અને નિર્ણય સામે અપીલ કરવા દેવા માટે તેમની સજા 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના પ્રહારમાં એવી ટીપ્પણી કરી હતી કે "બધા ચોરની અટક મોદી કેમ હોય છે?" તેની સામે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.

    વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન 'મોદી અટક' પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર જ ચોર છે'નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી ચગાવી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં 'મોદી અટક' સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભાગેડુ ઉદ્યોગપતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ નરેન્દ્ર મોદી પર હતું.

    તે સામે  ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ  માનહાનિનો કેસ કર્યો હતો. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી ઓક્ટોબર 2021માં સુરત કોર્ટમાં તેમનું નિવેદન નોંધવા હાજર થયા હતા. 

    કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે, પરંતુ બે વર્ષની સજાને કારણે તેમની લોકસભાની સદસ્યતા પર સંકટ ઘેરી વળ્યું છે. જો રાહુલ ગાંધીને ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો તેમણે સભ્યપદ ગુમાવવું પડી શકે છે. જોકે, 1951ના જનપ્રતિનિધિત્વ કાનૂન પ્રમાણે જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્યપદ(સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!