• રાહુલની જાહેરાતઃ કર્ણાટકમાં સરકાર બનશે તો ગ્રેજ્યુએટને 3,000 આપીશું, અનામત વધારીશું
    રાષ્ટ્રીય 20-3-2023 03:16 PM
    • કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, કામ કરાવવા 40% કમિશન આપવું પડે છે
    રાહુલ ગાંધીએ સોમવારે કર્ણાટકના બેલગાવીમાં કહ્યું હતું કે 'કર્ણાટક સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, કોઈપણ કામ કરાવવું હોય તો 40% કમિશન આપવું પડે છે. આ દેશ કોઈ એકનો નથી, અદાણીનો નથી. દેશ ગરીબો અને કિસાનોનો છે.

    રાહુલે અહીંથી કોંગ્રેસના યુવા ક્રાંતિ સમાગમનો શુભારંભ કર્યો હતો. આ તકે એક રેલીમાં રાહુલે કહ્યું હતું કે 'સરકાર આવશે તો SC રિઝર્વેશનને 15થી વધારીને 17% કરી દઈશું. જ્યારે ST રિઝર્વેશનને 3થી વધારીને 7% કરીશું. ઉપરાંત, 3 વર્ષ સુધી દરેક ગ્રેજ્યુએટને મહિને 3 હજારી રૂપિયા આપીશું.' ઉલ્લેખનીય છે કે મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.
    રાહુલે વધુમાં કહ્યું હતું કે 'હું જ્યારે ભારત જોડો યાત્રા દરમિયાન અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મને જણાવવામાં આવ્યું હતું કે કર્ણાટકની સરકાર યુવાઓને રોજગાર આપી નથી શકતી. આ પ્રદેશમાં યુવાઓને રોજગાર નથી મળી રહ્યો, પછી કોઈપણ ડિગ્રી લઈ લો, કર્ણાટકની સરકાર યુવાઓને રોજગાર નથી આપી શકતી.

    અહીં કોઈ કામ કમિશન વગર નથી થતું. સરકારના 40% કમિશન લેવાની ફરિયાદ કોન્ટ્રેક્ટર એસોસિયેશન અને સ્કૂલ મેનેજમેન્ટે PMને ચિઠ્ઠી લખીને કરી હતી, પરંતુ વડાપ્રધાને તેમની ચિઠ્ઠીનો જવાબ પણ આપ્યો નથી. અહીં MLAનો પુત્ર ભ્રષ્ટાચારમાં પકડાય છે, પરંતુ સરકાર તેમની રક્ષા કરી લે છે. ભ્રષ્ટાચારનો પૂરેપૂરો ફાયદો 2-3 લોકોને થાય છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને શુક્રવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં પાર્ટીએ ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, CECની બેઠકમાં 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભાની 110 બેઠકો માટે ઉમેદવારોની યાદી નક્કી થઈ ગઈ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!