• ગરબા પર વરસાદનું સંકટ
    મુખ્ય સમાચાર 26-9-2022 09:16 AM
    • વડોદરામાં બપોરે વરસાદી ઝાપટા
    • અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
    ગાંધીનગર

    અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે.
    કોરાનાકાળના બે વર્ષ બાદ કલાનગરી વડોદરામાં મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરમાં આજે બપોરે 12:30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનિષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ વિસ્તારમાં, જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં વાદળો ગોરંભાયેલા છે.

    અમદાવાદમાં પણ વરસાદી માહોલ
    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરીયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 10 મિનિટ સુધી વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આજથી નવરાત્રિનો માહોલ શરૂ થયો છે, ત્યારે પાર્ટી પ્લોટોમાં વરસાદના કારણે આજે સાંજે ગરબા રમાશે કે કેમ તે એમાં ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. વરસાદ બંધ થતાંની સાથે જ પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા કોઈપણ રીતે આજે ગરબા યોજાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, સાંજે ફરી એકવાર ધોધમાર વરસાદ શહેરમાં પડશે તો આજે રાત્રે ગરબાનું આયોજન થઈ શકશે કે કેમ તેવી ખેલૈયાઓમાં ચિંતા ઉભી થઈ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!