• ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં
    ગુજરાત 7-4-2023 09:54 AM
    • ઘઉં, લસણ, મકાઇ, બાજરીના પાકને નુકસાનની ભીતિ
    • રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો
    ગાંધીનગર

    ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં વરસાદ થયો છે. રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતવારણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. જેના કારાણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. આજ સવારથી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. માલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદ થતાંની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોમાં મકાઈ, બાજરી સહિતનાં પાકમાં નુકસાનની ભીતિ  સેવાઈ રહી છે. મહત્ત્વનું છે કે, કમોસમી વરસાદ પડે તો મોટાભાગે શાકભાજીને નુકસાન પહોંચશે. આ ઉપરાંત ઘઉં, એરંડા, વરિયાળી જીરું, બટાકા અને કપાસ જેવા પાકોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે. ખેડૂતોને કમોસમી વરસાદથી તમાકુ, દિવેલા, ચણાના પાકને નુકસાનની ચિંતા સતાવી રહી છે. તો તરબૂચ, સક્કરટેટી, શાકભાજીને પણ નુકસાન થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.

    સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસાદ પડ્યો છે. વહેલી સવારે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. આજે ગોંડલ, લોધીકા અને કોટડા સાંગાણી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!