• ડેરી એન્ડ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ એટલે રાજેશ શાહ
    સક્સેસ સ્ટોરી 21-2-2022 12:56 PM
    • 60 વર્ષ એ નિવૃત્તિનો માઈલસ્ટોન નહીં, નવા જીવનની શરૂઆત કરવાનો તબક્કો
    • 37 વર્ષની કારકિર્દીમાં 22 વર્ષ અમૂલ અને 15 વર્ષ હેવમોરમાં સેવા આપી

    • અમૂલની 10 લાખ લિટર દૂધ કલેકશનની સિદ્ધિ અને ISO 9000, ISO 14000 સર્ટીફિકેટ અપાવવામાં આપ્યું છે મહત્વનું યોગદાન
    અમદાવાદ


    જીવન આઈસક્રિમ છે, ઓગળી જાય તે પહેલા આણંદ માણી લો... આ સૂત્રને વળગી રહી સફળતાની ટોચે પહોંચેલા રાજેશ શાહ આજે ડેરી એન્ડ ફૂડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ છે. આ ફિલ્ડમાં તેમની ઓળખ માટે માત્ર તેમનુ નામ કાફી છે. અમૂલ (જીસીએમએમએફ) અને હેવમોરની સફળતામાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે. 37 વર્ષની કારકિર્દી દરમિયાન અમૂલમાં તેમણે ક્વોલિટી કન્ટ્રોલ ઓફિસરથી મેનેજરના પદ પર તો હેવમોરમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ખૂબ સફળ સંચાલન કર્યું છે. તેમણે કંપનીને જ પણ આપ્યું બેસ્ટ આપ્યું છે. પરિણામે આજે પણ તેમનું નામ એક સફળ મેનેજર અને કન્સલ્ટન્ટ તરીકે લેવામાં આવી રહ્યું છે. 

    26 એપ્રિલ, 1959માં પાટણમાં જન્મેલા રાજેશ શાહનું બાળપણ અમદાવાદમાં વિત્યું છે. તેમના પિતાજી જગદીશભાઈ રમણલાલ શાહ અમદાવાદની એચ.એ.કોમર્સ કોલેજમાં ઈકોનોમિક્સના પ્રોફેસર હતા. માતા પ્રફૂલાબેન શાહ સહિત પાંચ સભ્યના પરિવારમાં રાજેશભાઈ સૌથી મોટા પુત્ર છે તેમને અન્ય એક ભાઈ અને એક બહેન છે. 

    રાજેશ શાહનો પોતાનો પરિવાર R6 પરિવાર તરીકે ઓળખાય છે. તેમના પરિવારમાં પત્ની રક્ષાબેન શાહ, પુત્ર રવિશ શાહ, પુત્રવધૂ રૂપાલી શાહ અને પૌત્રીઓ રિયાના અને રેયા શાહનો સમાવેશ થાય છે. રાજેશ શાહે દીવાન બલ્લુભાઈ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ અમદાવાદમાં કર્યો છે. એમ.જી.સાયન્સ કોલેજમાંથી બે વર્ષનો અભ્યાસ કર્યાં બાદ મેડિકલમાં પ્રવેશ માટે ચાર માર્ક્સ ઓછા પડયા હતા. જો કે ડેન્ટલ શાખામાં મળતું હતું પરંતુ તે પસંદ ન કરતા તેમણે ડેરી સાયન્સ કોલેજ, આણંદમાં ચાર વર્ષના ડિગ્રી કોર્સના અભ્યાસ માટ પ્રવેશ મેળવ્યો હતો. 1981માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેમની પાસે વાડીલાલ આઈસક્રિમ, સાબર ડેરી અને અમૂલ (જીસીએમએમએફ)માં નોકરી માટે પસંદગી મળી હતી. આ પૈકી પ્રથમ નોકરી માટે અમૂલ(જીસીએમએમએફ) પર પસંદગી ઉતારતા ક્વોલિટી કન્ટ્રોલ ઓફિસર તરીકે જીવનની પ્રથમ નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં વર્ષ 1985માં બરોડાની સુગમ ડેરીમાં પોસ્ટીંગ મળ્યું હતુ.  જ્યાં તેમને ડેરી પ્રોડક્સ સહિતનો અનુભવ મળ્યો. બાદમાં સાબર ડેરીમાં ચાર વર્ષ માટે પોસ્ટીંગ મળ્યું હતુ. દરમિયાન તેમને અમૂલ દ્વારા સ્પોન્શર કરીને ઈરમામાં પી.જી.ડિપ્લોમા રૂરલ ડેવલોપમેન્ટ મેનેજમેન્ટના એક વર્ષના કોર્સ માટે મોકલવામાં આવ્યાં હતા. એક વર્ષ બાદ તેમને પ્રમોશન આપીને મધર ડેરી ગાંધીનગરની કમાન સોંપવામાં આવી હતી. આ માટે તેમને અમૂલના ડો.વર્ગીશ કુરિયન દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યાં હતા. બાદમાં તેમને ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ પ્રોડક્શન હેડ તરીકે મધર ડેરીમાં નિમણૂક આપવામાં આવી હતી.

    ડેરી ઉદ્યોગમાં તેમની 37 વર્ષની કારકિર્દીમાં અમૂલમાં વર્ષ 1981થી 2004 સુધી એટલે કે 22 વર્ષ કામ કર્યું છે. જ્યાં તેમણે ક્વોલિટી કન્ટ્રોલ ઓફિસરથી મેનેજર સુધીના પદ પર સેવા આપી છે. 

    અમૂલની કારકિર્દીમાં તેમને ઈરમામાં સ્પોન્સર કરાયા હતા. તેમને જાપાનમાં એક મહિનાની ફિલ્ડ ટ્રીપ માટે પણ પસંદ કરીને મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ટોટલ ક્વોલિટી કન્ટ્રોલ ઉપરાંત જાપાની મેનેજમેન્ટ કન્ટ્રોલની તાલીમ મેળવી હતી. 15 દિવસ માટે યુરોપમાં અલગ અલગ કંપનીની મુલાકાતે મોકલવામાં આવ્યાં હતા. અમૂલમાં તેમની કારકિર્દી દરમિયાન અનેક માઈલસ્ટોનના સાક્ષી રહેવાની તક મળી છે. રાજેશ શાહ પ્રથમ કર્મચારી હતા જેમણે ડેરી ટેક્નોલોજીસ્ટ તરીકે અમૂલ (જીસીએમએમએફ)માં નોકરી માટેની તક મળી હતી. ઈરમામાં પણ તેમણે અમૂલમાંથી પ્રથમ સ્પોન્શર કરાયા હતા. ઉત્તમ ડેરી, અમદાવાદમાં પહેલા ડ્યૂટી ઓફિસર તરીકે પણ તેમની જ નિમણૂક કરાઈ હતી. સુગમ ડેરી-બરોડામાં ક્વોલિટી કન્ટ્રોલ ઓફિસર તરીકે પણ તેમની પ્રથમ નિયુક્તી થઈ હતી. તેઓ અમૂલ તરફથી જાપાનમાં 15 દિવસની તાલીમમાં જનાર પણ પ્રથમ હતા. તેમની કારકિર્દી દરમિયાન અમૂલે 10 લાખ લિટર દૂધ કલેકશનની સિદ્ધિ પણ મેળવી હતી. અમૂલને ISO 9000, ISO 14000  સર્ટીફિકેટ અપાવવામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. 

    હેવમોરમાં 2004થી 2019 દરમિયાન એટલે કે 15 વર્ષ સુધી રાજેશ શાહે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી હતી. હેવમોરમાં તેમણે જનરલ મેનેજમેન્ટ, એચઆર, એડમિનિસ્ટ્રેશન, ખરીદી, આઈટી, એમઆઈએસ સહિતના વિભાગની જવાબદારી સંભાળી હતી. 

    રાજેશ શાહે હેવમોર કંપની જોઈન્ટ કરી ત્યારે એટલે કે વર્ષ 2004માં કંપનીનું ટર્ન ઓવર 32 કરોડનું હતું. ગુજરાતમાં હેવમોરના 6 આઉટ લેટ્સ અને 250 કર્મચારીઓનો સ્ટાફ હતો. તેમની કારકિર્દી દરમિયાન હેવમોરે ઊંચી છલાંગ લગાવી હતી. વર્ષ 2019માં હેવમોરનું અંદાજે 20 ગણા વધારા સાથે ટર્નઓવર 700 કરોડને આંબી ગયુ હતુ. ભારતમાં 300થી વધુ આઉટલેટ્સ હતા અને 2500થી વધુ કર્મચારીઓનો સ્ટાફ હતો. બાદમાં હેવમોરને 100 બિલિયન ડોલરની LOTTE કંપનીએ ટેકઓવર કરી ત્યાર કોર ટીમ તરીકે રાજેશ શાહની કામગીરી ઉત્તમ રહી હતી.

    હેવમોરની કારકિર્દી દરમિયાન તમને જર્મની, સિંગાપોર, દુબઈ, ઈટાલી અને સાઉથ કોરિયાનો પ્રવાસ કર્યો છે. તેમને 2019માં કંપની છોડવાનો નિર્ણય કર્યો ત્યારે 7 ફેરવેલ આપવામાં આવી હતી. તેમની કારકિર્દીની સફળતાના 15 વર્ષની 50 મિનિટની એક ફિલ્મ પણ કંપની દ્વારા બનાવવામાં આવી હતી.

    રાજેશ શાહ એક એવુ વ્યક્તિત્વ છે કે નિવૃત્ત થવામાં માનતા નથી. તેમણે વર્ષ 2019માં હેવમોરને છોડ્યા બાદ RR મેનેજમેન્ટ કન્સલ્ટીંગ કંપનીની સ્થાપના કરી છે. તેમણે વિમલ, વિપુલ દુધિયા, પ્ટોર ટેમ્પટ્શન અને અવિવા ઈક્વિપ્મેન્ટ કંપનીને કન્સલ્ટીંગ સેવા પૂરી પાડી છે.

    રાજેશ શાહ જીસીસીઆઈમાં ફૂડ-ડેરી કમિટીના કો-ચેરમેન તરીકે સેવા આપે છે. આ અંતર્ગત તેઓ ઓઈલ, ડેરી, બેકરી, મસાલા સહિતના 20 સેક્ટર સંભાળી રહ્યાં છે.

    રાજેશ શાહ પોતાની સફળ કારકિર્દી પાછળનો શ્રેય પોતાની પત્નીને આપે છે. તેમના જણાવ્યા અનુસાર પત્નીએ માતા-પિતા સહિતના પરિવારને સંભાળ્યો હોવાથી તેમની કારકિર્દી સફળતાની ટોચે પહોંચી છે. આ ઉપરાંત હેવમોર(લોટ્ટે)ના પૂર્વ ઓનર -ચેરમેન પ્રદીપ ચૌના અને અમૂલ (જીસીએમએમએફ)ના પૂર્વ એમડી બી.એમ. વ્યાસનો એક પથદર્શક તરીકે તેમની કારકિર્દીમાં મહત્વનો ફાળો રહ્યો છે.  રાજેશ શાહ મ્યુઝીકમાં ખાસ સિંગિગનો શોખ ધરાવે છે. તેઓના પસંદગીના ગાયકો આર.ડી.બર્મન, કિશોરકુમાર, આશા ભોંસલે, મહોમ્મદ રફી, કુમાર શાનુ અને અભિજીત છે. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન દોઢ વર્ષમાં ગીટાર શીખ્યા છે. જેમાં 200 ગીત કમ્પોઝ કર્યાં છે.  લોકડાઉનમાં 3500 ગીત પણ ગાયા છે. જેમાંથી સ્ટાર્સ મેકર્સ પર ટેલેન્ટ એન્ડ પોપ્યુલર સીંગર તરીકે 200 ગીત  નંબર વન પર છે. આ ઉપરાંત પ્રવાસનો શોખ ધરાવતા રાજેશ શાહ દર વર્ષે એક વિદેશી પ્રવાસ કરે છે. અત્યાર સુધીમાં 23 દેશના પ્રયાસ કર્યાં છે. જેના પરિણામ સ્વરૂપે એબીસીડી ઓફ ટ્રાવેલિંગ ડેવલોપ કર્યું છે. વધુમાં તમને સિક્કા અને સ્ટેમ્સ કલેકશનનો શોખ છે. એક ગુજરાતી હોવાના નાતે તેઓ ફૂડના પણ શોખીન છે. ફોટોગ્રાફી પણ ખૂબ સારી કરે છે. તેઓ ઓલ ઈન્ડિયા આઈસક્રિમ સ્પર્ધાના જજ રહી ચૂક્યા છે. હવે તેમને ફ્રેન્ચ વાઈન સ્પર્ધામાં જજ તરીકે જવું હોવાથી વાઈન ટેસ્ટીંગ પણ શિખી રહ્યાં છે. આગળ તેમને ગોલ્ફ રમતા શિખવું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!