• રાજકોટને એપ્રિલમાં મળશે ઇન્ટરનેશનલ એરપોર્ટ, PM  લોકાર્પણ કરશે
    મુખ્ય શહેર 8-2-2023 10:07 AM
    • ગ્રીનફિલ્ડ એરપોર્ટનું હાલ 90 ટકા કામ પૂર્ણ થયું હોવાનો દાવો કરાયો 
    • બોક્સ, રનવે, પાર્કિંગ, ટેક્સી ટ્રેક, એપ્રન અને કોમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી પૂર્ણ
    રાજકોટ

    રાજકોટ પાસે 1400 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.આ એરપોર્ટ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.રાજકોટની ભાગોળે તૈયાર થઇ રહેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આગામી એપ્રિલ મહિનામાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ થઇ શકે છે. એરપોર્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે.

    ગ્રીનફિલ્ડ એરપોર્ટનું હાલ 90 ટકા કામ પૂર્ણ થયું છે. બોક્સ લવર્ડ, રનવે, પાર્કિંગ, ટેક્સી ટ્રેક, એપ્રન અને કોમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ ચૂકી છે. આ ઉપરાંત બાઉન્ડ્રી વોલની કામગીરી પણ 90 ટકા સુધી થઇ ગઇ છે. જમીનને સમતળ કરવાની કામગીરી પણ પ્રોગ્રેસમાં છે અને 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. હાલમાં એરપોર્ટના રનવે તેમજ અન્ય કામગીરીનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના ક્લિયરન્સ બાદ તંત્ર દ્વારા લોકાર્પણની ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવશે.

    થોડા દિવસ પહેલા કલેક્ટર દ્વારા એરપોર્ટની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો વિવિધ વિભાગને કરવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી મહિનામાં જ કેન્દ્રીય સચિવ સહિતનો કાફલો રાજકોટ દોડી આવ્યો હતો. તો હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે પણ મુલાકાત લીધી હતી અને એરપોર્ટમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3 કિલોમીટરના રન-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એપ્રન, ટેક્સી વેય્ઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. રન-વે પર લેન્ડિંગ લાઇટ્સ લાગી ગઈ છે તથા ફાયર સ્ટેશનની કામગીરી પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!