• સ્ટેન્ડ-અપ કોમેડીને ભારતમાં પ્રસ્તુત કરનાર  રાજૂ શ્રીવાસ્તવનું આજે નિધન
    મુખ્ય સમાચાર 21-9-2022 05:46 AM
    • તેમને દુનિયાને બતાવ્યું હતું કે કોમેડીને કોઈ પણ અશ્લીલતાની જરૂર નથી
    દિલ્હી 

    છેલ્લા ઘણા સમય થી એવી વાતો આવી રહી હતી કે રાજુ શ્રીવાસ્તવ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતા જ્યારે વચ્ચે તેમના નિધન થઈ ગયા હોવાની અફવાઓ પણ ઉડી રહી હતી પરંતુ આજે એવા દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે કોમેડીના બાદશાહ હવે આપણા વચ્ચે નથી રહ્યા.

    અમિતાભ બચ્ચનની મિમિક્રી હોય કે પછી ભારતીય રાજનીતિ અને જુદા જુદા વિષયો પર વ્યંગ હોય તેવી દરેક ભૂમિકા તેઓ ખુબજ મનોરંજક રીતે નિભાવતા. તેમને પોતાના અંતિમ શ્વાસ દિલ્હી એઇમ્સમાં લીધા તે  વાતની પુષ્ટિ તેમના પરિવારજનોએ કરી છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!