• રકુલ તમામને દિલ ખોલીને જીવવા સલાહ આપે છે
    મુખવાસ 18-3-2023 11:03 AM
    રકુલ પ્રીત સિંહ હંમેશા ચર્ચામાં રહે છે. બોલીવુડની હોટ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર સતત તેની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. રકુલ પ્રીત પાસે અનેક ફિલ્મોની ઓફર આવી રહી છે. તે છેલ્લે હાલમાં સામાજિક સંદેશ આપતી ફિલ્મમાં નજરે પડી હતી. છેલ્લે છત્રીવાલી ફિલ્મમાં નજરે પડ્યા બાદ હવે તે ઇન્ડિયન-2 ફિલ્મમાં પણ નજરે પડશે. રકુલ પ્રીત સિંહ એના અભિનયની સાથોસાથ બોલ્ડનેસને લઇને પણ ફેન્સમાં લોકપ્રિય છે. રકુલ તમામ લોકોને સતત સલાહ આપે છે કે,  તમારા અંદરના બાળકને હંમેશા જીવીત રાખો, ઘણું હસો, આગળ વધો અને દિલ ખોલીને જીવો તેમ કહે ચે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.