• રાજકોટની શાળા નં-97માં રંગપુરણી સ્પર્ધા યોજાઈ
    મુખ્ય શહેર 19-7-2022 11:12 AM
    રાજકોટ

    રાજકોટ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97 નાના બાળકોની રંગપુરણી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળમેળો અંતર્ગત રંગપુરણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને ચિત્રોમાં અવનવા રંગો પૂરીને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. શિક્ષક શિલ્પાબેન ડાભી દ્વારા બાળકોને રંગપુરણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો એ વિવિધ રંગો પુરીને શૈક્ષણિક વાતાવરણને યાદગાર બનાવ્યું હતું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!