• વિદેશમાં અભ્યાસ અર્થે જવા ઈચ્છતા તમામ માટે આશાનું કિરણઃ HOW TO COLLEGE
    સક્સેસ સ્ટોરી 9-9-2022 01:54 PM
    • વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને તમામ પ્રકારની મદદ માટેની ખાતરી આપતી અમદાવાદની એક માત્ર સંસ્થા
    • યુએસએ, યુકે, આયર્લેન્ડ, કેનેડા  અને સિંગાપુર સહિતના દેશોની નામાંકિત યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને મોકલી શૈક્ષણિક ક્ષેત્રમાં માત્ર નામ નહીં કાયમી સંબંધોની પણ કમાણી કરી
    • ‘વિદ્યાર્થીઓ માટે જે શ્રેષ્ઠ એ જ અમારા માટે શ્રેષ્ઠ’ને મોટો બનાવી હંમેશા સર્વોત્તમ આપવાનો અમારો કાયમી પ્રયાસઃ નતાશા પરીખ અગ્રવાલ 
    અમદાવાદ

    સમયના ચક્રની સોય આજે એવા સ્થાને આવીને ઊભી છે કે સમગ્ર વિશ્વની નજર ઊભરતા ભારત સામે એક આશા સાથે મંડાઈ છે. યુવાથી તરવરતો આ દેશ આગામી સમયમાં વિશ્વનું સુકાન કરવા તૈયાર થઈ રહ્યો છે. એવા સમયમાં મજબૂત લીડરશીપ તૈયાર કરવા માટે યુવાનોને સાચી દિશા આપવાનું કામ અમદાવાદની સંસ્થા HOW TO COLLEGE કરી રહી છે. વિદેશમાં કારકિર્દી બનાવવા જતા વિદ્યાર્થીઓની આશાનું કિરણ બનીને રસ્તો સાફ કરી આપે છે. આજે વિશ્વની ટોપ મોસ્ટ યુનિવર્સિટીઓમાં આ સંસ્થાના પ્રયાસોથી ભારતનું યુવાધન તૈયાર થઈ રહ્યું છે. સંસ્થાના પાયાના પથ્થર એવા નતાશા પરીખ અગ્રવાલનો ધ્યેય પણ કંઈક એવો છે કે ‘વિદ્યાર્થીઓ માટે જે શ્રેષ્ઠ એ જ અમારા માટે શ્રેષ્ઠ’ છે.

    અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાંથી બીએસસી બાયોકેમેસ્ટ્રી વિથ બાયોટેક્નોલોજીની ડિગ્રી લીધા બાદ નતાશા પરીખ અગ્રવાલે વર્ષ 2015-17 દરમિયાન અમેરિકાની Johns Hopkins University, Baltimore, USA MS in Biotechnologyની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ સાથે તેમણે કેરિયર કાઉન્સિલરનો GCC+ UCLAનો કોર્સ પણ કર્યો છે. યુએસમાં ડિગ્રી મેળવ્યા બાદ અમદાવાદમાં કાપડ ઉદ્યોગમાં નામાંકિત સંજીવકુમાર અગ્રવાલના પુત્ર શુભમ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે.

    નતાશા પરીખ અગ્રવાલના જણાવ્યા મુજબ અમેરિકાથી પરત ફરી અમદાવાદ અને મુંબઈમાં તેના પરિવાર અને મિત્રવર્તુળના જે સભ્યો વિદેશમાં અભ્યાસ કરી આવ્યા અથવા કરી રહ્યાં હતા તેના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો હતો. એક પ્રકારના સર્વેમાંથી વિદેશમાં જતાં વિદ્યાર્થીઓને શરૂઆતથી લઈને અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં શું શું કરવું પડ્યું, તેને પડેલી મુશ્કેલીઓ સહિત અનુભવોની માહિતી મેળવી હતી. ઉપરાંત અમેરિકામાં અભ્યાસ દરમિયાન વિશ્વની યુનિવર્સિટીઓ અંગે તમામ પ્રકારની માહિતી મેળવી હતી. આ તમામ વસ્તુઓનું સંકલન કરીને એક ઈન્ફોર્મેશન ડેટાબેઝ તૈયાર કર્યો હતો. આ સમગ્ર મનોમંથનમાંથી ભારતના વિદ્યાર્થીઓને વિદેશમાં કારકિર્દી બનાવવા જવામાં કોઈ તકલીફ ના પડે તેવો પ્રયાસ હાથ ધરતાં HOW TO COLLEGE નામની સંસ્થાનો ઉદય થયો હતો. આ સંસ્થા પૈસા કમાવવાના હેતુથી ઊભી કરવામાં આવી નથી. સંસ્થાના પ્રયાસથી અનેક વિદ્યાર્થીઓને વિશ્વની નામાંકિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે મોકલી ચૂકી છે. 

    આ સંસ્થાના માધ્યમથી અમદાવાદ સહિત ગુજરાત અને દેશના અનેક વિદ્યાર્થીઓ વિદેશમા જઈને કારકિર્દી બનાવી ચૂક્યા છે અને આજે બનાવી રહ્યાં છે. સંસ્થા વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓ જેવી કે Duke University, UCLA, UC Berkeley, Univesity College Dublin, Babson, NYU, Imperial College London, King’s College London, University College London  ઉપરાંત અનેક જાણીતી શૈક્ષણિક મહાવિદ્યાલયો અને સંસ્થાઓમાં ભારતના યુવાધનને તૈયાર કરવા માટે મોકલી રહી છે.

    નતાશા પરીખ અગ્રવાલના જણાવ્યા મુજબ તેમની સંસ્થા દ્વારા ગત વર્ષે અનેક વિદ્યાર્થીઓને $1,88,000ની સ્કોલરશિપ મેળવી છે.સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને 100 ટકા સ્ટુડન્ટ વિઝા મેળવી આપવામાં મદદ કરી છે.

    વિદ્યાર્થીઓને માત્ર યોગ્ય માર્ગદર્શનની જ જરૂરઃ નતાશા
    HOW TO COLLEGE સંસ્થાના નતાશા પરીખ અગ્રવાલના જણાવ્યા મુજબ આપણા દેશમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા બાદ ઉચ્ચ અભ્યાસ અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટેની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવામાં વિવિધ અડચણો અને મુશ્કેલીઓ પડતી હોય છે. આપણા વિદ્યાર્થીઓ સ્માર્ટ તો છે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન મળતું નથી. અમે 45 ઉપરાંત વિદ્યાર્થીઓનો સર્વે કરી અભ્યાસ કર્યો તો લેક ઓફ કોમ્યુનિકેશન, વન-ટુ-વન માર્ગદર્શનનો અભાવ, ક્વોલિટી માર્ગદર્શનનો અભાવ, ભણતર સિવાયની ઇત્તર પ્રવૃત્તિઓના માર્ગદર્શનનો અભાવ, કેરિયર અંગેની માહિતીનો અભાવ જોવા મળ્યો હતો. બસ હવે અમે તેમનામાં રહેલી આ તમામ ખામીઓ દૂર કરીને તેના ધ્યેય સુધી પહોંચાડવાનો નક્કર પ્રયાસ કરીએ છીએ.



અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!