• આરબીઆઈ એમપીસીની બેઠક, વ્યાજદરોમાં કેટલા વધારાની છે શક્યતા
    વ્યાપાર 6-2-2023 12:50 PM
    • મોંઘવારીના દરમાં નરમાઈના સંકેતો વચ્ચે કેન્દ્રીય બેન્ક વ્યાજદરની વૃદ્ધિની ગતિ ઘટાડી શકે 
    નવી દિલ્હી

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસ ચાલનારી મહત્ત્વની બેઠક સોમવારથી શરુ થઈ રહી છે. એમપીસીની આ બેઠકમાં વ્યાજદરને લઈને નિર્ણય કરવામાં આવશે. આરબીઆઈ એમપીસીના નિર્ણયની જાહેરાત આઠ ફેબ્રુઆરી 2023ના રોજ થશે. રિટેલ મોંઘવારી દરમાં નરમાઈનો સંકેત યૂએસ ફેડ રિઝર્વના વ્યાજદરમાં વધારાની ગતિ ઘટાડવામાં આવવાની શક્યતા વચ્ચે આશા કરવામાં આવી રહી છે કે રિઝર્વ બેન્ક આઠ ફેબ્રુઆરીએ રેપો રેટમા 0.25 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે.

    સેન્ટ્રલ બેન્કને સરકાર પાસેથી મળ્યો છે આ ટાર્ગેટ
    સરકારે આરબીઆઈને રિટેલ મોંઘવારીના દરને 2-6 ટકા વચ્ચે સીમિત કરવાનો લક્ષ્ય આપ્યું છે. જોકે કેન્દ્રીય બેન્ક જાન્યુઆરી 2022થી લગાતાર ત્રણ ત્રિમાસિકગાળા સુધી ફુગાવાને 6 ટકાથી નીચે રાખવામાં વિફળ રહી હતી. જોકે, નવેમ્બર અને ડિસેમ્બરમાં તેમા થોડી નરમાઈ જોવા મળી હતી આ બન્ને મહીનાઓ દરમિયાન રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના ઉપરી ટોલરન્સ લેવલના દાયરામાં રહ્યો હતો. આરબીઆઈ સંભવત આગામી પોલિસી અનાઉન્સમેન્ટમાં બેંચમાર્ક લેન્ડિંગ રેટમાં થોડી વૃદ્ધિ કરી શકે છે."

    વ્યાજદરમાં વૃદ્ધિનું કારણ નથી
    એક્સપર્ટનું માનવું છે કે, યુએસ ફેડ રિઝર્વે આ મહીનાના પહેલા દિવસે વ્યાજદરમાં 0.25 ટકા વૃદ્ધિ કરી હતી. કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત મોંઘવારીનો દર આરબીઆઈના ટોલરેન્સ રેન્જમાં છે, અમેરિકા તેમજ ભારત વચ્ચે યીલ્ડનું અંતર 3.75 ટકા સુધી વધી ચૂક્યા છે.એવી સ્થિતિમાં સુસ્ત પડતા એક્સપોર્ટ અને સરકાર તેમજ પ્રાયવેટ સેક્ટર માટ ઋણ લેવાની પડતર ઘટાડવા જેવી જરૂરિયાતોને જોઈએ તો આરબીઆઈની પાસે રેટમાં વધારો કરવાનું કોઈ ખાસ કારણ નથી. માત્ર મોંઘવારીના દરમાં વધારાની સંભાવનાઓ ઓછી કરવા માટે આરબીઆઈના રેટમાં વધારો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં એનાલિસ્ટ્સને લાગે છે કે, આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરવા અથવા સાંકેતિક રીતે 0.10-0.15 ટકાનો મામૂલી વૃદ્ધિ કરી શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!