• RBL બેન્કની ACE ફિક્સ્ડ ડિપોઝીટઃ 8.50 ટકા સુધી વ્યાજ
    વ્યાપાર 5-6-2023 08:52 AM
    મુંબઇ

    RBL બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટ- ACEના લોંચની જાહેરાત કરી છે. જેમાં રેગ્યુલર ડિપોઝીટ કરતા 20 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ ઓફર કરી રહી છે. આ એફડીમાં પાકતી મુદત પહેલાં ઉપાડની સુવિધા છે અને સિનિયર સિટિજન્સને 50 બેસિસ પોઇન્ટ અને સુપર સિનિયર સિટિજન્સને 75 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપવામાં આવશે. લઘુતમ રૂ. 50 લાખ અને મહત્તમ રૂ. બે કરોડ સુધીની ડિપોઝીટ 12 માસથી 240 માસ સુધીની મુદત માટે મૂકી શકાશે તેમ RBL બેન્કના બ્રાન્ચ અને બિઝનેસ બેન્કિંગ હેડ દીપક ગધ્યાને જણાવ્યું હતું.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.