• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની હવે ઓટો ક્ષેત્રમાં એન્ટ્રી
    રાષ્ટ્રીય 6-2-2023 11:26 AM
    બેંગલુરુ

    રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓટો ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે. તે આ દિશામાં પણ કુચ કરવા માટે તૈયાર છે. દેશના પ્રથમ હાઈડ્રોજનટ્રક આજે ઈન્ડિયા એનર્જી વિકમાં રજુ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેંગલોરમાં ઈન્ડીયા એનર્જી વિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના વાહન નિર્માતાઓએ ઈલેકટ્રીક તથા હાઈડ્રોઝન ફયુલ પર દોડતા વાહનો રજુ કર્યા હતા.જેમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓટો નિર્માતા કંપની અશોક લેલનની સાથે સહયોગ કરીને આ હાઈડ્રોજન ટ્રક રજુ કર્યો છે. અને ભવિષ્યમાં તે ડીઝલથી ચાલતા ટ્રકનું સ્થાન લેશે. રસપ્રદ બાબત એ છે કે હાઈડ્રોજન એનર્જીમાં રીલાયન્સ સાથે ટકકર લેવા ગૌતમ અદાણી ગ્રુપ પણ સામેલ છે. અને તે પણ હાઈડ્રોજનથી ચાલતા ટ્રક બનાવશે. રીલાયન્સ ઈન્ડ. આ રીતે હાઈડ્રોજન ટ્રક નિર્માતામાં અશોક લેલનની સાથે ભાગીદારી કરી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!