• સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હોટલ, રીસોર્ટ્સ સુવિધા શરૂ કરવા રિલાયન્સની યોજના
    રાષ્ટ્રીય 21-3-2023 01:44 PM
    ગુજરાતનું જાણીતું પ્રવાસન સ્થળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના એક સૌથી વધુ પસંદગી ધરાવતા સહેલાણી સ્થળ તરીકે ઉપસ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હોટેલ, રીસોર્ટ સહિતની પ્રવાસન સુવિધા શરૂ કરી રહી છે, એમ ઇટીનો એક અહેવાલ જણાવે છે. રિલાયન્સે આ માટે એક નવી કંપની રીલાયન્સ એસઓયુ સ્થાપી છે.  કંપનીઓના રજિસ્ટ્રાર પાસે ઉપલબ્ધ વિગતો અનુસાર, રિલાયન્સની નવી પેઢી હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પ્રવેશ કરશે, હોટેલ્સ, રિસોર્ટ્સ અને સર્વિસ એપાર્ટમેન્ટ્સમાં સામેલ થશે જે ટૂંકા ગાળાની રહેવાની સુવિધા પૂરી પાડશે. રિપોર્ટ અનુસાર કંપની હાઉસબોટ પર રહેવાની સુવિધા વિકસાવવાની પણ યોજના ધરાવે છે.

    આ માટે પ્રથમ રૂ. 25 કરોડની મૂડી ફાળવવામાં આવી છે. કંપની નર્મદા નદીના કિનારે કેવડીયા કોલોની ખાતે આ પ્રકારની સુવિધા ઊભી કરશે અને તબકકાવાર ટુરિઝમ ડેસ્ટિનેશન પર પણ તે આ પ્રકારની સુવિધા ઊભી કરશે. રિલાયન્સે આ ઉપરાંત સરદાર સરોવર નિગમ પાસે એક વિશાળ ઊંચા સ્થળે પણ સમગ્ર ડેમ નિહાળી શકાય તે રીતે ટુરિઝમ રીપોર્ટ ડેવલપ કરવા માટે નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે.  ટાટાગ્રુપની કંપની ઈન્ડિયન હોટેલ્સે પણ સરદાર સરોવર નર્મદા નિગમ સાથે ભાગીદારીમાં આ પ્રકારે બે પ્રોપર્ટી ઊભી કરવાની તૈયારી કરી છે.

    સ્ટોક એક્સચેન્જમાં કરેલી ફાઇલિંગમાં, રિલાયન્સે જણાવ્યું હતું કે તેણે વ્યાપારી મિલકતો વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે રિલાયન્સ SOU (RSOUL) નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીનો સમાવેશ કર્યો છે. જો કે, તે તે પ્રોપર્ટીનું સીધું સંચાલન કરશે કે કેમ તે અંગે તેણે વિસ્તૃત માહિતી આપી નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!