• વિસનગર તોડફોડ કેસમાં ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી રાહત
    ગુજરાત 11-11-2022 12:47 PM
    • મહેસાણા જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ એક વર્ષ માટે હટાવી દેવામાં આવ્યો
    અમદાવાદ

    ચૂંટણી પહેલા હાઈકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત  મળી છે. અગાઉ પાસ આંદોલન વખતે વિસનગરમાં તોડફોડ મામલે કેસ કરાયો હતો ત્યારે આ કેસ મામલે હાર્દિક પટેલને મહેસાણામાં આવવા પર પ્રતિબંધ હતો.

    ત્યારે આ પ્રતિબંધ એક વર્ષ માટે હટાવી દેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પર મોટી રાહત મળી છે અને તેઓ એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે. આજે કોર્ટમાં આ મામલે હાર્દિક તરફથી વકીલે રજૂઆત કરી હતી જેમાં આ રાહત આપવામાં આવી છે. 

    હાર્દિક પટેલને લઈને અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણા જિલ્લામાં બનાવ બન્યો ત્યારે મહેસાણામાં પ્રવેશ ના કરવા કહેવામાં આવ્યું હતું. ગુજરાત હોઈકોર્ટે જામીન આપેલી સરત હતી તેમાં એક વર્ષ માટે છૂટ અપાઈ છે. જેથી શરતી પ્રતિબંધ હટાવી લેવાયો છે. એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે.

    ચૂંટણીને લઈને પણ એવી રજુઆત હતી કે, પોલિટીકલ પાર્ટીએ તેમને કેન્ડીડેટ બનાવ્યા છે. કુળદેવીનું મંદીર પણ તેમનું મહેસાણા જિલ્લામાં છે ત્યારે એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવે. ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે રોક આંશિક રીતે હટાવી દેવામાં આવી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!