• ભવનાથ હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું 
    ગુજરાત 16-2-2023 09:39 AM
    • શિવરાત્રી મેળાની સાથે અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થયા
    ભવનાથ

    ભવનાથમાં શિવરાત્રીનાં મેળાનો રંગ જામી રહ્યો છે. રશિયન મહિલા સાધુ પણ આકર્ષણ જમાવે છે. ગઢના ભવનાથમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. તેની સાથે જ અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા છે.પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો,અધિકારીઓ, મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું.જૂનાગઢનાં ભવનાથમાં અનેક સ્થળેથી સાધુ સંતો આવી પહોંચ્યા છે. જેમાં શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર રશિયાના યુવાન મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી. રાત પડતા આશ્રમો અને જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી રહી છે.ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠયું હતું.મહાશિવરાત્રી મેળાના કારણે હાલ ભવનાથમાં અનોખો માહોલ છવાયો છે. કોઈ જાતના ભેદભાવ વિના ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજન પર પ્રસાદ લઈ રહ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!