• ઋતુરાજ ગાયકવાડનો રેકોર્ડઃ એક ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યાં
    સ્પોર્ટ્સ 28-11-2022 12:11 PM
    • વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે રમતા મહારાષ્ટ્રના ઓપનરની સિદ્ધિ
    અમદાવાદ

    મહારાષ્ટ્રના યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફી 2022ની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર પ્રદેશ સામે એક ઓવરમાં સતત 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે નો બોલ પર સિક્સર ફટકારી એક ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા. આ સાથે તેણે મેચમાં બેવડી સદી પણ પૂરી કરી હતી. સાત છગ્ગા મારવાનો રેકોર્ડ તેમણે ઇનિંગની 49મી ઓવરમાં કર્યો હતો. આ ઓવર શિવા સિંહ કરી રહ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં 7 સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

    આ મેચમાં તેણે પોતાના પ્રથમ 100 રન 109 બોલમાં પૂરા કર્યા જ્યારે પછીના 50 બોલમાં તેણે 120 રન બનાવ્યા. મેચમાં ઋતુરાજે 159 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા સાથે 220 રન બનાવીને અણનમ રહ્યો હતો. લિસ્ટ A ક્રિકેટમાં આ ઋતુરાજનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. 50 ઓવરની મેચમાં મહારાષ્ટ્રની ટીમે 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 

    મહત્વનું છે કે ટી-20 વર્લ્ડ કપ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડને એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઘરેલુ ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યાં હતા.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!