• રશિયા ભારત પાસેથી ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કાચા માલની ખરીદી કરશે
    વ્યાપાર 1-12-2022 08:37 AM
    યુક્રેન પર આક્રમણ બાદ વિશ્વભરમાંથી મુકાયેલા પ્રતિબંધોને પરિણામે પોતાના મહત્વના ઉદ્યોગો ચાલુ રાખવાનું રશિયા માટે પડકારરૂપ બની જતાં આવશ્યક કાચા માલ માટે રશિયાએ ભારત તરફ નજર દોડાવવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાએ પોતાના કાર, વિમાન તથા ટ્રેન સહિત વિવિધ ઉદ્યોગોમાં વપરાતા કાચા માલની યાદીનો પૂરવઠો કરવા ભારતને વિનંતી કરી છે. રશિયાએ ૫૦૦ જેટલી ચીજવસ્તુ માટે ભારતને યાદી મોકલી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. જો કે આ યાદીમાંથી ભારત સરકાર કેટલી ચીજવસ્તુ મોકલવા તૈયાર છે તે હજુ સ્પષ્ટ થઈ શકયું નથી. વધી રહેલી વેપાર ખાધની સ્થિતિમાં ભારત પોતાની નિકાસ વધારવા આતુર છે. રશિયા પર પશ્ચિમી દેશોએ લાગુ કરેલા પ્રતિબંધોમાં ભારત જોડાયું નથી અને રશિયા ખાતેથી મોટેપાયે ક્રુડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. યુદ્ધ બાદ વૈશ્વિક ઓટો કંપનીઓએ રશિયામાંથી ઉચાળા ભરી લેતા રશિયા વાહનોના પાર્ટસની અછતનો સામનો કરી રહ્યું છે. આવી જ સ્થિતિ વિમાનના પાર્ટસમાં જોવા મળી રહી છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!