• શાળા પ્રવેશોત્સવઃ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, ઈનામ વિતરણ

    ગુજરાત 24-6-2022 11:51 AM
    રાજકોટ


       નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 97 માં ધોરણ એકના નાના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો હતો. પ્રવેશ મેળવનાર છાત્રોને દફ્તર તેમજ સ્ટેશનરીની ભેટ અપાઈ હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. રાજકોટના ડેપ્યુટી મેયર દર્શિતા બેન શાહ, પુરુષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ તેમજ અન્ય મહાનુભાવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક શિલ્પાબેન ડાભીએ ધોરણ-1ના નાના બાળકોને પાટી તથા સ્ટેશનરી ની ભેટ આપી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!