• પૈસાની પાઠશાળા :  સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)
    આર્ટિકલ 9-8-2022 10:23 AM
    લેખક: કેતન આચાર્ય
    •  Sip  કરો તમારા સપના પૂરા કરો
    આજે દરેક ના મનમાં પ્રશ્ન હોય છે કે હું મારા નીચેના નાણાકીય લક્ષ્યો ને કઈ રીતે પહોંચી વળીશ? 

    } ગૃહ નિર્માણ 
    } નિવૃતિ 
    } સંતાન નું શિક્ષણ અને લગ્ન 
    } આરોગ્ય સંભાળ 
    } મારી ભાવિ જીવન શૈલી નું રક્ષણ. 

    ઉપરોક્ત નાણાકીય લક્ષ્યો માટે રોકાણકારોએ તેના રોકાણ ની યોજના sip ની મદદ થી ઘડવી  જોઈએ

    સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (sip) એક નિર્ધારિત માસિક / ત્રિમાસિક ના ધોરણે નિયમિત રીતે રોકાણ કરવામાં મદદ કરે છે અને આ રોકાણ દૃવારા રોકાણકારોએ પોતાના નાણાકીય લક્ષ્યો ને હાસિલ કરી શકે છે. તમારા નાણાકીય લક્ષ્યો જે વા  કે ઘર ખરીદવું, વાહન ખરીદવું , સંતાન ના શિક્ષણ , લગ્ન માટે એક ચોક્કસ રકમની sip  કરો અને તેમાં નિયમિતતા જાળવો. એક નિયમિત અને ચોક્કસ sip તમને નીચેના લાભો આપશે. 

    } નિયમિત રોકાણ 
    } રૂપી કોસ્ટ સરેરાશ 
    } ચક્રવૃદ્ધિ કરવાની શક્તિ 
    } અસ્કયામત ની ફાળવણી માં          

    Sip થકી તમે એક શિસ્તબદ્ધ રોકાણકાર બનો છો એ તમને કેટલીક બજારની પરિસ્થિતિ ઑ દરમિયાન એક અસ્કયામત વર્ગ માંથી બીજા માં કુદકા મારવાની લાલચ ટાળવામાં મદદ કરે છે. 

    બજારમાં ભાવ વધુ હોય ત્યારે થોડા યુનિટ અને બજારમાં ભાવ ઓછા હોય ત્યારે વધારે યુનિટ sip થકી મળેછે જે થી આપણી રૂપી કોસ્ટ એવરેજ થાય છે આથી આપણો  સરેરાશ ભાવ મહદ અંશે બજાર ભાવ કરતાં ઓછા હોય છે અને આપણે બજાર ના દરેક ચક્ર માં રોકાણ કરીએ છીએ અને આપણાં રોકાણ નો સમય નક્કી કરવાની લાલચ માંથી બચી જઈએ  છિએ. Sip આપણે ચક્રવૃદ્ધિ કરવાની શક્તિ આપે છે. આપે પ્રતિ માસ રૂ ૧૦૦૦/- રોક્યા હોય તો તમારી ૧૦૦૦ ની sip  તમને શુ વળતર આપે છે તે નીચે મુજબ દર્શાવેલ છે. 

    રૂ ૧૦૦૦  ની sip  થકી પણ તમે તમારા સપનાઓ સાકાર કરી શકો છો તો તમારા નાણાકીય સલાહકારની મદદ લઈ આજે જ sip શરૂ કરો

    જો તમે કરોડ પતિ બનવા માંગતા હોય તો નીચે પ્રમાણે ની sip ચાલુ કરો 

    Sip ની રકમ Sip ની મુદત 
    ૪૪૬૩૬.00 10 વર્ષ 
    ૨૧૦૧૧.00 15 વર્ષ 
    ૧૦૮૭૧.00 20 વર્ષ 
    ૫૮૭૫.00 25 વર્ષ 
    ઉપરોક્ત ગણતરી 12% ના વળતર ઉપર આધારિત છે. આમ sip તમારા સપનાઓ પૂરા કરી શકે તેમ છે.                  
                                                                

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!