• સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો સાયન્સ સિટી અમદાવાદમાં પ્રારંભ
    મુખ્ય શહેર 28-2-2023 11:12 AM
    • આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી સુસજ્જ કરવા સરકાર કટિબદ્ધ
    • જિલ્લા મથકોએ સાયન્સ સેન્ટર્સ ઊભા કરવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે 
    અમદાવાદ

    ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે મંગળવારનાં દિવસે સાયન્સ કાર્નિવલ-2023નો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આવનારી પેઢીને આગામી સમય માટેની ટેકનોલોજીથી સુસજ્જ કરવા માટે સરકાર કટિબદ્ધ દેખાઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાંઆગવા વિકાસ વિઝનથી નિર્માણ થયેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સુવિધાયુકત સાયન્સ સિટી બની ગઇ છે.નાના ગામડાના-છેવાડાના બાળકોને સાયન્સ સિટી જેવી જ્ઞાનસભર સુવિધા નજીકના સ્થળે પૂરી પાડવા જિલ્લા મથકોએ સાયન્સ સેન્ટર્સ ઊભા કરવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

     અદ્યતન જ્ઞાન-ટેક્નોલોજીના વિકાસ માટે આ વર્ષના બજેટમાં સાયન્સ-ટેક્નોલોજી વિભાગ માટે ર૧૯૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. મંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી આવનારી પેઢીને આગામી સમય માટેની ટેક્નોલોજીથી સુસજ્જ કરવા ગુગલ જેવી ખ્યાતનામ કંપનીઓ સાથે મળીને પ્રયાસરત રહેવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે આવનારા ૩ અઠવાડિયામાં રાજ્ય સરકારનો સાયન્સ ટેક્નોલોજી વિભાગ અને ગુગલ સાથે મળીને ૧૦ હજાર જેટલા લોકોને સાયન્સ સિટીમાં તાલીમ આપશે. નેશનલ સાયન્સ-ડે અવસરે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ-ર૦ર૩નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના આગવા વિઝન અને વિશ્વકક્ષાની સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ આ સાયન્સ સિટી દ્વારા આપણે જોઇ શકીએ છીએ. બાળકોને નાનપણથી જ વિજ્ઞાન ટેક્નોલોજીમાં અભિરૂચિ કેળવવા તેમણે શરૂ કરાવેલી સાયન્સ સિટી આજે વર્લ્ડકલાસ સાયન્સ સિટી બની ગઇ છે તેનો ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.રાજ્ય સરકારે વિજ્ઞાન-ટેક્નોલોજી માટે આ વર્ષના બજેટમાં ર૧૯૩ કરોડ રૂપિયાની જોગવાઇ કરેલી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે હવેનો જમાનો સાયન્સ-ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!