•  ત્રણ દિવસમાં સેન્સેક્સ 2,100 પોઇન્ટ તૂટ્યો : રોકાણકારોના કુલ મળીને 7.3 લાખ કરોડ ધોવાયા
    મુખ્ય સમાચાર 13-3-2023 01:16 PM
    • અમેરિકામાં બેકિંગ કટોકટીની નકારાત્મક અસર વૈશ્વિક બજારોમાં છવાઇ
    • સોમવારે સેન્સેક્સ વધુ 897 પોઇન્ટ ઘટ્યો, બેન્કિંગ શેરોમાં તીવ્ર વેચવાલી 

    અમદાવાદ

    ભારતીય બજારો અદાણી ગ્રુપની કટોકટીમાંથી માંડ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં ત્યાં અમેરિકાની સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કની નાદારીના સમાચારથી વૈશ્વિક બજારોના પગલે સોમવારે ભારતીય શેરબજારોમાં પણ ભારે વેચવાલી આવતા બેંચમાર્ક સૂચકાંકો 1.5 ટકાથી 2.2 ટકા તૂટ્યા હતા. બીએસઇ સેન્સેક્સ સોમવારે 897 પોઇન્ટ (1.52 ટકા) તૂટીને 58,237.85 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 258.60 પોઇન્ટ ગબડીને 17,154 પર આવીને બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ 2100 પોઇન્ટ તૂટ્યો છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશન્સમાં રોકાણકારોને આશરે રૂ.7.3 લાખ કરોડનું ભારે નુકસાન થયુ હતુ.  શેરબજારમાં વ્યાપક વેચવાલી રહી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંને કારોબાર દરમિયાન કેલેન્ડર વર્ષમાં નીચી સપાટી પર રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ 52 સપ્તાહની નીચી સપાટી રહી હતી. 

    સોમવારે શેરબજારમાં બોલેલા કડકાથી એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 3.66 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે રોકાણકારોની સંપત્તિ ઘટીને 262.61 લાખ કરોડ થઈ હતી. 

    વિશ્લેષકો અને બ્રોકરો ભારતમાં કડક નિયમનકારી માળખાના કારણે ભારતીય બેન્કો સારી સ્થિતિમાં એવું કહી રહ્યા હતા છતાં સોમવારે બેન્કિંગ શેરો મોટા પાયે ધોવાયા હતા. ગભરાટનું પ્રમાણ આપતો ઇન્ડિયા ઇન્ડેક્સ વીઆઇએક્સ 20 ટકા ઊછળ્યો હતો. વેચવાલીથી સ્મોલ અને મિડક કેપ ઇન્ડેક્સ સૌથી ખરાબ રીતે ગબડ્યા હતા. 

    આજના કારોબારમાં ઈન્ફ્રા, આઈટી, એફએમસીજી પર દબાણ જોવા મળ્યું હતું. મેટલ, ફાર્મા, એનર્જી, બેંકિંગ, ઓટો, રિટલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાં 47 શેરના ઘટાડા સાથે 3 શેર લીલા નિશાનમાં બંધ થયા છે.

    બજારો ઘટવાના કારણો
    અમેરિકામાં નિયમનકારોએ પગલાં લીધા હોવા છતાં એસવીબી અને સિગ્નેચર બેન્કની નાદારીએ સેન્ટિમેન્ટ ડહોળ્યું હતું. તેની અસર વૈશ્વિક બજારો પર પડી હતી.
    -વોલ સ્ટ્રીટના નકારાત્મક સંકેતોના પગલે એશિયન બજારો પણ ગબડ્યા હતા. ડાઉ જોન્સ 4.4 ટકા, નાસ્ડેક 4.7 ટકા અને યુકેના બજાર 2.4 ટકા ઘટી ગયા હતા.
    - વેશ્વિક કડાકાથી ભારતમાં બેન્કિંગ શેરો તૂટ્યા હતા. બેન્ક નિફ્ટી 2.3 ટકા ઘટી ગયો હતો. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 5 ટકા સુધી ઘટ્યો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક 7 ટકા ગબડી હતી.
    -એસવીબી કટોકટીના કારણે ફેડ દ્વારા રેટમાં વધારો થવાની શક્યતા ઘટી છે, તેમછતાં રોકાણકારોમાં તેનો ડર હજુ પણ છે.
    - ટેકનિકલ પરિબળોની પણ અસર પડી હતી. વીકલી ચાર્ટમાં નિફ્ટી નીચે સરકતો હતો અને દૈનિક ચાર્ટમાં મોટી બેરીશ કેન્ડલ બની હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!