• અદાણી સંકટ વચ્ચે સેંસેક્સમાં 910 પોઇન્ટનો ઉછાળો
    મુખ્ય સમાચાર 3-2-2023 11:16 AM
    • શેરબજારની ચાલથી રોકાણકારો સંતુષ્ટ- અંદાણી પોર્ટમાં બે દિવસ બાદ છ ટકાનો સુધારો, અંદાણી એન્ટરપ્રાઇઝનાં શેરમાં બે ટકાનો ઘટાડો
    • કટોકટીગ્રસ્ત અદાણી ગ્રુપને ફિચ રેટિંગથી મોટી રાહત મળી
    મુંબઇ

    અદાણી સંકટ વચ્ચે શેરબજારમાં આજે કારોબારનાં છેલ્લા દિવસે જોરદાર તેજી જામી હતી. જુદા જુદા કારણોસર શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ સંતુષ્ટ દેખાયા હતા. તેજી વચ્ચે કારોબારનાં અંતે સેંસેક્સ 910 પોઇન્ટ ઉછળીને 60842ની ઉંચી સપાટી પર રહ્યો હતો.ફાયનાન્સિયલ શેરમાં તેજી જામી હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સ 254 પોઇન્ટનાં ઉછાળા સાથે17854ની ઉંચી સપાટી પર રહ્યો હતો.સતત બે દિવસ સુધી વેચવાલીમાં રહ્યા બાદ અદાણી  ગ્રુપનાં શેરમાં ઉલ્લેખનીય રિક્વરી રહી હતી.

    નિફ્ટીમાં અદાણી પોર્ટસનાં શેરમાં બે દિવસ બાદ તેજી રહી હતી. તેના શેરમાં છ ટકાનો સુધારો રહ્યો હતો. આવી જ રીતે અદાણી એન્ટરપ્રાઇઝનાં શેરમાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો.ટાઇટન, બજાજ ટ્વિન્સ, એચડીએફસી ટ્વિન્સ,એસબીઆઇ, ઇન્ડસઇન્ડ બેંક સહિતના શેરમાં 3થી સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. આઇટીની મોટી કંપનીઓ ટેકએમ, વિપ્રો, એચસીએલ ટેકના શેરમાં જોરદાર કડાકો બોલાયો હતો. બ્રોડર માર્કેટની વાત કરવામાં આવે તો બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ભારે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી.નિફ્ટી બેંકમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં એક ટકા સુધીનો ઘટાડો થયો હતો. આજે દિવસ દરમિયાન કોર્પોરેટ જગતમાં અદાણી સંકટની ભારે ચર્ચા રહી હતી. જો કે શેરબજારમાં આ સંકટની વધારે કોઇ અસર દેખાઇ ન હતી.મોટી સંખ્યામાં કારોબારીઓની સંપત્તિમાં વધારો થયો હતો.

    અદાણી કંપનીઓનાં રેટિંગમાં હાલ અસર નહીં થાય , કેશ ફ્લોની ચિંતા નથી- ફિચ
    અદાણી કટોકટી અને હિન્ડેનબર્ગનાં રિપોર્ટ વચ્ચે  ફિચ રેટિંગે એક મહત્ત્વની વાત કરી છે. ફિચે જણાવ્યું કે અદાણીની કંપનીઓના રેટિંગમાં તાત્કાલિક અસર નહીં થાય. કંપનીના કેશ ફ્લોમાં કોઈ ફરક પડે તેમ લાગતું નથી. આ ઉપરાંત નજીકના ગાળાના પાકતા બોન્ડને પણ કોઈ અસર થાય તેમ લાગતું નથી.હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા પછી રેટિંગ એજન્સી ફિચ તરફથી રાહતના સમાચાર છે. ફિચે જણાવ્યું કે અદાણીની કંપનીઓના રેટિંગમાં તાત્કાલિક અસર નહીં થાય. Fitchએ એમ પણ કહ્યું કે કંપનીના કેશ ફ્લોમાં કોઈ ફરક પડે તેમ લાગતું નથી. ફિચે જણાવ્યું કે નજીકના ગાળાના પાકતા બોન્ડને પણ કોઈ અસર નહીં થાય. તેમાં જૂન 2024માં અદાણી પોર્ટ્સના બોન્ડ, ડિસેમ્બર 2024માં પાકતા અદાણી ગ્રીન એનર્જીના બોન્ડનો સમાવેશ થાય છે.

     રેટિંગ એજન્સી અદાણીના શેરમાં કેવા મોટા ફેરફાર થાય છે તેના પર નજર રાખશે. તેના પરથી અદાણી માટે લાંબા ગાળા માટે ફાઈનાન્સિંગનો ખર્ચ જાણી શકાશે.અગાઉ Crisil Ratingએ જણાવ્યું હતું કે તેણે અદાણી જૂથની કંપનીઓ માટેના રેટિંગને સર્વેલન્સ હેઠળ રાખ્યું છે. હિન્ડેનનબર્ગ રિસર્ચના રિપોર્ટના પગલે સરકાર દ્વારા અથવા રેગ્યુલેટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં જેનાથી અદાણીના કોર્પોરેટ ગવર્નન્સ અથવા ગ્રૂપની નાણાં એકઠા કરવાની ક્ષમતાને અસર થાય છે કે નહીં તે જોવાનું રહેશે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!