• શિવાલીક ગ્રૂપ ટાઈમલેસ પ્રોજેકટ હાથ  ધરે છે : તરલ શાહ 
    સક્સેસ સ્ટોરી 23-2-2022 12:15 PM
    • ભારતના અન્ય મોટા શહેરો કરતાં અમદાવાદમાં રીયલ એસ્ટેટમાં ઓછું રોકાણ કરવું પડે છે
    • વિવિધ પ્રોજેકટમાં પ્લાનિંગ અને કામની ગુણવત્તા પર અમે ઘણી મહેનત કરીએ છીએ 
    અમદાવાદ

    આગામી સમયમાં વર્ષો સુધી લોકો સ્ટ્રેસ વગર પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકે એવા મેન્ટેનન્સ ફ્રી ટાઇમલેસ પ્રોજેકટ અમે હાથ ધરીએ છીએ એવું શિવાલીક ગૃપના મેનેજીંગ ડિરેકટર તરલ શાહે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં તરલ શાહે જણાવ્યું હતું કે હાલમાં એર્ન્જી એફિશિયન્ટ ગ્રીન બિલ્ડીંગનો ટ્રેન્ડ ચાલે છે જેમાં સોલર પેનલ અને સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધાનો સમાવેશ થાય છે. અમારા દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રોજેકટમાં પ્લાનિંગ અને કામની ગુણવત્તા પર અમે ઘણી મહેનત કરીએ છીએ. અગાઉ અમે શિવાલીક હાઇ સ્ટ્રીટ પ્રોજેકટ હાથ ધર્યો હતો જેમાં અમદાવાદમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ આર્કિટેક ફર્મની મદદ લેવામાં આવી હતી અને તેમાં ફસાર્ડ લાઇટીંગ કરવામાં આવ્યું હતું. અમારા ગૃપ માટે આ લાઇફ ચેન્જીંગ પ્રોજેકટ હતો અને તેનાથી અમને ઘણી ગુડવિલ મળી હતી અને અમારી બ્રાન્ડને ઘણો લાભ થયો હતો. આ પ્રોજેકટ ‘આઉટ ઓફ ધ બ્લુ’ બન્યો હતો. 

    તેમણે જણાવ્યું કે હું જ્યારે ધો.10માં અભ્યાસ કરતો હતો ત્યારે મારા પિતા બિઝનેસ બદલીને રીયલ એસ્ટેટમાં આવ્યા હતા એટલે તેમણે મને સિવિલ એન્જીનીયર બનવા પ્રોત્સાહન આપ્યું હતું. મેં 3 વર્ષ ડિપ્લોમા એન્જીનીયરીંગ કર્યું હતું અને ત્યારબાદ બે વર્ષ સાઇટ પર તાલિમ લીધી હતી. પછી સેપ્ટ યુનિવર્સિટીમાંથી મેં બે વર્ષનો એડવાન્સ કન્સ્ટ્રકશન ટેકનોલોજીનો કોર્ષ કર્યો હતો. વર્ષ 2004માં મેં કામની શરૂઆત કરી હતી ત્યારે મારી વય માત્ર 19 વર્ષ હતી. આજે મને આ ફિલ્ડમાં 15 વર્ષ થઇ ગયા છે અને સાઇટ ઉપરાંત તમામ વિભાગોમાં કામ કરીને સમગ્ર સિસ્ટમ હું સમજ્યો છું. હાલમાં અમે રીડેવલપમેન્ટ, જોઇન્ટ ડેવલપમેન્ટ, કન્સ્ટ્રકશન, ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ કરીએ છીએ એટલે કે કન્સ્ટ્રકશનને લગતા તમામ પ્રકારના કામ માટે વન સ્ટેપ સોલ્યુશન કહી શકાય. 

    તરલ શાહે વધુમાં જણાવ્યું કે અમે ભવિષ્યમાં બેકવર્ડ અને ફોરવર્ડ ઇન્ટીગ્રેશન કરવા માંગીએ છીએ. હાલમાં અમે અમદાવાદ, સુરત અને રાજકોટમાં પ્રોજેકટ હાથ ધરીએ છીએ જોકે, ભવિષ્યમાં અમે સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રોજેકટ હાથ ધરવા માંગીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેન્ડ બદલાયો છે, હવે ક્લાયન્ટ્સ બ્રાન્ડેડ અને રીલાયેબલ ડેવલપર્સ તરફ વળ્યા છે અને ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ વધતો રહેશે. રેરાના બાયલોઝ અને નોર્મ્સ પાળવા પડતા હોવાથી ભવિષ્યમાં માત્ર ઓર્ગેનાઈઝ્રડ અને ગુણવત્તા જાળવી રાખનારા ડેવલપર્સ જ કામ કરી શકશે. મારા વ્યવસાયમાં લોકોની સામે કામ થતું હોવાથી કામ અને ગુણવત્તાની કિંમત થાય છે. હવે લોકો વહેલું પઝેશન માંગે છે અને 20થી 22 માળના બિલ્ડીંગો તૈયાર કરવામાં આવતા હોવાથી ટેકનોલોજી પર ઘણું કામ કરવું પડે છે અને તેમાં રોકાણ પણ કરવું પડે છે. રેરાના આગમનથી ઘર ખરીદનારને લાભ થશે અને અમારે પણ દર 3 મહિને જવાબ આપવો પડે છે. રેરાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રનો ગ્રોથ વધશે અને સાથે પારદર્શિતા પણ વધી છે. ભારતના અન્ય મોટા શહેરો કરતાં અમદાવાદમાં રીયલ એસ્ટેટમાં ઓછું રોકાણ કરવું પડે છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે મને મારા કામ પ્રત્યે ઘણો લગાવ હોવાથી સતત નવું નવું શિખતો રહું છું અને ક્યારેક સેમ્પલ ફ્લેટનું ઇન્ટીરીયર પણ જાતે કરૂં છું. તમે જે કામ કરો તેમાં સતત લાગેલા રહો તો સફળતા મળશે જ. એક જ બિઝનેસમાં ત્રણથી પાંચ વર્ષ લાગેલા રહો તો સફળતા મળે. હવે સ્પર્ધા ટેકનોલોજી સાથે થાય છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!