• જીવનમાં તકો મળે ત્યારે તેને ઝડપી લેવાની હિંમત દાખવોઃ તનુજ પુગલિયા
    સક્સેસ સ્ટોરી 24-3-2022 10:22 AM
    • અમારી કંપનીના 25થી વધુ શોરૂમ અમદાવાદ, રાજકોટ અને મુંબઇમાં છે
    • Give best exposure to your kids 
    અમદાવાદ

    જીવનમાં તકો મળે ત્યારે તેને ઝડપી લેવાની હિંમત દાખવો તો સફળતા ચોક્કસ મળે એવું બીએમડબ્લ્યુ ડિલર ગેલોપ્સ ઓટોહોસના મેનેજીંગ ડિરેકટર તનુજ પુગલિયાએ જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં તનુજ પુગલિયાએ જણાવ્યું કે મારો જન્મ બિહારના ભાગલપુરમાં નાનાના ઘેર થયો હતો અને ઉછેર મુંબઇમાં થયો છે. મેં બીકોમ સુધીનો અભ્યાસ મુંબઇમાં કર્યો હતો અને પછી હું એમબીએ કરવા માંગતો હતો પરંતુ એ વખતે મારા પિતાએ અમદાવાદમાં વેપાર શરૂ કર્યો હતો અને તેમની પાસે ઘણું કામ હોવાથી તેમને મદદ કરવા હું પણ અમદાવાદ આવી ગયો. વર્ષ 1998થી 2012 સુધી અમે એફએમસીજી ક્ષેત્રમાં વેપાર કર્યો હતો અને 140 ડિસ્ટ્રુબ્યુટર્સ સાથે કામ કર્યું હતું. વર્ષ 2003માં અમે કન્સ્ટ્રકશનનો બિઝનેસ શરૂ કર્યો જે શ્રીમ રીયાલિટીના નામે ચાલી રહ્યો છે. ત્યારબાદ અમે વર્ષ 2005માં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રથમવાર શેવરોલેની ડિલરશીપ મેળવી હતી. હાલમાં અમે ઘણી બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા છીએ જેમાં ટુવ્હીલરમાં કેટીએમ, બજાજ, બીએમડબ્લ્યુ મોટરાડ, કારમાં બીએમડબ્લ્યુ, હુન્ડાઇ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોમર્શિયલ વેહીકલમાં ટાટાનો સમાવેશ થાય છે. અમારી કંપનીના 25થી વધુ શોરૂમ અમદાવાદ, રાજકોટ અને મુંબઇમાં આવેલા છે અને કુલ 1250થી વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં આજ સુધીમાં અમને 100થી વધુ એવોર્ડસ મળ્યા છે જેમાં મુખ્યત્વે ઇટી ઓટો ટોપ 50, એબીવીપી અસ્મિતાનો ગુજરાતમાં બેસ્ટ લક્ઝરી કાર શોરૂમ, ટોપ બેસ્ટ ડિલરશીપ કોમર્શિયલ વેસ્ટર્ન ઝોન, ઇટી ગ્લોબલ એવોર્ડ ફોર રીટેલ એક્સિલન્સ વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2013માં અમે પેકેજીંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને ખાસ કરીને ફ્લેકસીબલ પેકેજીંગ શરૂ કર્યું હતું. આમ હાલમાં અમે ત્રણ ક્ષેત્ર રીયલ એસ્ટેટ, ઓટોમોબાઇલ અને પેકેજીંગમાં કાર્યરત છીએ. અમારી કંપનીની સફળતા ટીમવર્ક અને ટીમમેનેજમેન્ટને આભારી છે. જીવનમાં મળતી વિવિધ તકો સ્વીકારવા માટે હમેંશા ખુલ્લુ મન રાખવું જોઇએ. ભવિષ્યની યોજના વિશે તેમણે જણાવ્યું કે હાલમાં દેશના હિતમાં સરકાર બદલાવ લાવી રહી છે તો પહેલા તેની સાથે એડજેસ્ટ થાવ પછી પ્લાનિંગ કરો. 

    તનુજ પુગલિયાએ વધુમાં જણાવ્યું કે મારા પિતા રાજકુમાર અને માતા મંજુબહેને મને જે તાલીમ આપી છે તેને કારણે જ હું આજે આવી સફળતા મેળવી શક્યો છું. મેં માત્ર 16 વર્ષની વયે કામ કરવાની શરૂઆત કરી દીધી હતી અને તેથી કઠોર પરિશ્રમની કદર કરતા શિખ્યો છું અને તેથી બીકોમ કર્યા બાદ મુંબઇમાં રહેવાની તક હોવા છતાં હું અમદાવાદ શિફટ થયો હતો. મારા લગ્ન વર્ષ 1999માં થયા હતા, મારી પ્રથમ પુત્રીનો જન્મ વર્ષ 2006માં અને બીજી પુત્રીનો જન્મ વર્ષ 2008માં થયો હતો. 
    લોકોને સંદેશો આપતા તનુજ પુગલિયાએ જણાવ્યું કે ‘Give best exposure to your kids.’ 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!