• શ્રદ્ધા કપૂર હાલ  'તુ જૂઠી મેં મક્કાર'ના કારણે ચર્ચામાં 
    મુખવાસ 6-2-2023 09:55 AM
    • રણબીર કપુર સાથે પ્રથમ વખત જોડી જમાવશે
    બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલ તેની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ના કારણે ચર્ચામાં છે. શ્રદ્ધા કપુર પાસે હાલમાં અનેક ફિલ્મો રહેલી છે. ફિલ્મની લોકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.  આ ફિલ્મમાં શ્રદ્ધા પહેલીવાર રણબીર કપૂર સાથે પડદા પર જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનું નવું ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે-આપ લોગ કિસકે પ્યાર મેં ભીગે ભીગે? મને કોમેન્ટમાં કહો અને તમારી પોતાની રીલ #TerePyaarMein બનાવો." વિડીયોમાં શ્રદ્ધા બેકગ્રાઉન્ડમાં 'તેરે પ્યાર મે' ગીત વગાડવા સાથે પાણીપુરીથી ભરેલી થાળીનો આનંદ લેતા જોઈ શકાય છે. વીડિયોમાં 'સ્ત્રી' અભિનેત્રી ગુલાબી કુર્તા પહેરીને અને ખુલ્લા વાળ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!