• શ્વેતાની પુત્રી પલક તિવારી બોલિવુડમાં એન્ટ્રી કરશે
    મુખવાસ 21-3-2023 08:06 AM
    • સલમાન ખાનની ફિલ્મમાં નજરે પડશે
    ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ટુંક સમયમાં જ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે સલમાન ખાનની ફિલ્મમાં નજરે પડશે. પલક તિવારીએ કિલર ફિગર દર્શાવીને તમામને રોમાંચિત કરી દીધા છે. ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી અવારનવાર પોતાના બોલ્ડ લુક્સને લઇને ચર્ચામાં રહે છે. પલક પોતાની સ્ટાઇલ અને અંદાજથી નેટીજન્સના દિલો પર રાજ કરે છે. પલક તિવારીએ 22ની ઉંમરમાં લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. પલક તિવારીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. લેટેસ્ટ ફોટોઝમાં પલક તિવારી મિરર સેલ્ફી લેતી જોવા મળે છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!