• જીવનના કેટલાક પાસા બદલવા મુશ્કેલ હોય છે અશક્ય નહીં
    આર્ટિકલ 21-10-2022 03:17 PM
    લેખક: ડો. સપન શાહ
    આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા સ્વભાવના અનેક પાસાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણને નાના હતા ત્યારથી મોટા કર્યા ત્યાં સુધીમાં જે રીતે ઉછેરવામાં આવ્યા, વાતાવરણમાં આપણે મોટા થયા, જે મિત્રો સાથે આપણે રમ્યા, જે શિખ્યા આ બાબતોથી આપણા સ્વભાવના પાસા બને છે. આ બધામાં આપણા પરિવારના જીન્સ અને આપણા અનુભવો અગત્યનો ભાગ ભજવે છે.

    પરંતુ આપણા આ કોર નેચર સિવાય આપણા સ્વભાવની અમુક બાબતો એવી હોય છે કે જેને આપણે બદલવા માંગીએ છીએ, જે આપણને ખબર છે કે આપણે તે બાબતોનેત ટેવોને બદલીશું તો આપણે આપણા જીવનમાં એક સારો બદલાવ લાવી શકીશું તો ઘણી વાર ખૂબ પ્રયત્નો કરવા છતા આપણે તે ટેવોને, બાબતોને બદલી નથી શકતા, તો તેનું કારણ શું ?

    ઘણા લોકોને ટેવ હોય છે કે, સાંજે અમુક સમયે ચા ના મળે તો માથું દુખે. અમુક લોકોને ટેવ હોય છે કે જ્યાં સુધી કોફી ના પીએ ત્યાં સુધી કામ કરવાનું મન ના થાય. તો હવે આવું કેમ? આપણું શરીર અનેક રસાયણોથી બનેલું છે. જ્યારે આપણે કોઈ પણ ટેવ પાડીએ છીએ જેવી કે ચા-કોફી, તો આપણા શરીરને તેમાંથી મળતા રસાયણોની ટેવ પડી જાય છે. પરંતુ આ તો બાહ્ય રસાયણો થયા. આપણા શરીરની અંદર અનેક રસાયણો બને છે. આ બધા રસાયણો આપણા વિચારો અને ભાવનાઓ સાથે જોડાયેલા છે. જ્યારે આપણે કોઈ પણ વિચાર વારંવાર કરીએ છીએ અને તેને જોડાયેલી ભાવનાઓને વારંવાર અનુભવીએ છીએ ત્યારે આપણા શરીરમાં તેને અનુરૂપ રસાયણો બને છે અને આપણા શરીરમાં તે પ્રસરે છે.

    તેથી જ્યારે આપણે તે વિચારોને કે ભાવનાઓને બદલવાનો કે બંધ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણા શરીરમાં તે રસાયણો બનતા ઓછા થાય છે કે બંધ થઈ જાય છે. ત્યારે શરીરને તે રસાયણોની ટેવ હોવાથી એક પ્રકારનું ક્રેવીંગ થાય છે અને આ જરૂરિયાત વધતા આપણને અનકમ્ફૂર્ટેબલ અનુભવાય છે. જેમ કે, કોઈ વ્યક્તિ ખૂબ ગુસ્સો કરતી હોય તો તેનામાં એડ્રીનલીન વધારે હોય છે. કોઈ વ્યક્તિ વધુ પડતો સ્ટ્રેસ લેતી હોય તો તેનામાં કોર્ટીસોલ વધારે હોય છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી આવો સ્વભાવ રાખે છે ત્યારે શરીરને આ રસાયણોની ટેવ પડી જાય છે.

    જ્યારે વ્યક્તિ પોતાના આ સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરે ત્યારે શરીરને આ રસાયણો મળતા ઓછા થાય છે અને તેને કારણે શરીર અને મન એક ઉગ્રતા અનુભવે છે અને આમ કરતા કરતા તે આ વ્યક્તિને તેના અસલ સ્વભાવ પર પાછા લાવવામાં સફળ થાય છે. એટલે આપણા સ્વભાવને અથવા તેના અમુક પાસાને જે લાંબા સમયથી આપણી અંદર હોય તેને બદલવાનું થોડું મુશ્કેલ બની જાય છે. પરંતુ તે અશક્ય નથી.

    આપણે દરરોજ એક અવેરનેસ સાથે તેને મક્કમતાથી ફોલો કરીએ તો આપણી ટેવોને આપણે બદલી શકીએ છીએ. આપણા મનની શક્તિઓ અખૂટ અને અમાપ છે. આપણે તેનો નહિતર ઉપયોગ કરીએ છીએ અને કદાચ જે ઉપયોગ કરીએ છીએ તે અયોગ્ય પણ હોય છે. શક્તિઓને સમજીને તેનો સદુપયોગ કરીએ તો આપણા જીવનના અર્થને આપણે સંપૂર્ણ રીતે બદલી શકીએ છીએ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!