• સોનાક્ષી સિંહાએ તેના સી-ફેસિંગ એપાર્ટમેન્ટનો વિડીયો શેર કર્યો,4 બેડરૂમ સાથે આર્ટ સ્ટુડિયો પણ બનાવ્યો
    મુખવાસ 23-9-2023 12:07 PM
    બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ હાલમાં જ મુંબઈમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના નવા ઘરની ઝલક શેર કરી છે. એક વિડીયો શેર કરતા સોનાક્ષીએ તેના ચાહકોને કહ્યું કે તેણે આ ઘર સાથે પોતાનું સપનું પૂરું કર્યું છે.વીડિયોમાં સોનાક્ષી તેના 4 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા લક્ઝરી એપાર્ટમેન્ટમાં બધાનું સ્વાગત કરતી જોવા મળી હતી. આ એપાર્ટમેન્ટમાં સોનાક્ષીએ આર્ટ સ્ટુડિયો, યોગા સ્પેસ તેમજ વોક ઇન વોર્ડરોબની સાથે 4 બેડરૂમ પણ બનાવ્યા છે.સોનાક્ષીના કહેવા પ્રમાણે, તેના આખા એપાર્ટમેન્ટમાં સૌથી સુંદર વસ્તુ તેનું ડાઇનિંગ ટેબલ છે. સોનાક્ષીનું આ ઘર ઈન્ટિરિયર ડિઝાઈનર કપલ રાજીવ અને એકતા પરીખે ડિઝાઈન કર્યું છે.અભિનેત્રીનું આ એપાર્ટમેન્ટ બાંદ્રાના કેસી રોડ પાસે સ્થિત 81 ઓરિઓટ બિલ્ડીંગના ટોપ ફ્લોર પર છે. અભિનેત્રીના આ નવા ઘરમાં માહિમ ખાડી અને બાંદ્રા વર્લી સી લિંકનો નજારો જોવા મળે છે. આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટની કિંમત 11 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.રિયલ એસ્ટેટ સંબંધિત વેબસાઈટ Zapki અનુસાર, સોનાક્ષીએ 29 ઓગસ્ટે તેના નવા ઘરનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ માટે તેણે રૂ.55 લાખની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30 હજારની પ્રોપર્ટી રજીસ્ટ્રેશન પણ ચૂકવી છે. અગાઉ, સોનાક્ષીએ માર્ચ 2020 માં બાંદ્રામાં તેનો પહેલો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો, જેની કિંમત અંદાજે 14 કરોડ રૂપિયા હતી.સોનાક્ષી પહેલા અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ પણ આ જ બિલ્ડિંગના 19મા માળે એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. જ્યારે અર્જુને મે 2022માં તેનો એપાર્ટમેન્ટ રૂ. 16 કરોડમાં વેચ્યો હતો, ત્યારે મલાઇકા હજુ પણ અહીં રૂ. 14.5 કરોડની કિંમતનો એપાર્ટમેન્ટ ધરાવે છે.2022માં ટીવી એક્ટર કરણ કુન્દ્રાએ પણ આ જ બિલ્ડિંગમાં 14 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.