• વિશેષ : પત્રકારનું જીવન
     સવાર જોઈ ના કે  સાંજ જોઈ,ના જોઈ ઋતુ કે તહેવાર,
    અમે તો માણસના મનની આશ જોઈ ચાલ્યા બારેમાસ.

     પત્રકારનું જીવન આપણા કોઈથી અજાણ ના હોઈ શકે કેમકે સવારથી સાંજ સુધી આપણે પણ એમની સાથે જોડાયેલા છીએ.જ્યાં અન્યાય ત્યાં તરત પત્રકાર ઉભો થઈ જાય.ગરીબની ગલીઓની વાત નેતા સુધી પહોંચાડી એમને સેવા અપાવે એ પત્રકાર. એક પત્રકારનું જીવન પોતાના માટે ઓછું અને બીજાની સેવામાં વધુ ખર્ચાય છે. મારું માનવું એવુ છે કે એક આર્મીનો જવાન જેમ દેશની સરહદ પર બહાર ના દુશ્મનોથી બચાવે છે તે જ રીતે પત્રકાર દેશની અંદર રહેલા દુશ્મનોથી બચાવે છે. કોઈપણ ઋતુ કે કોઈપણ પરિસ્થિતિમાં તે સત્ય સુધી પહોચી ને જ રહે છે. જ્યાં પોલીસ પ્રશાસન પણ જો વાત ના સાંભળે તો પત્રકાર એની કલમ નો ઉપયોગ કરી અવાજ ઉઠાવી મદદે આવી પહોંચે છે. કોઈ ગરીબનો પ્રશ્ન હોય, કોઈ ખેડૂતનો પ્રશ્ન હોય, કોઈ સામાન્ય માણસને થયેલ અન્યાયની વાત હોય, કોઈ ભ્રષ્ટાચારની વાત હોય, કોઈ રાજકીય દાવપેચની વાત હોય, પ્રજા અને સત્તા પક્ષની વાત હોય,કોઈ અભિનેતાની વાત હોય, કોઈ શિક્ષણ જગતને લગતી વાત હોય, કોઈ વૈજ્ઞાનિક ની સિદ્ધિની વાત હોય, કોઈ કુદરતી હોનારતની વાત હોય, કોઈ દેશ-વિદેશની ઘટના હોય કે પછી અવકાશની કોઈ વાત હોય દરેક ક્ષેત્રે પત્રકાર સૌથી પહેલો પહોંચી સચોટ માહિતી એકત્ર કરી જનતા સુધી પહોંચાડે છે.

    ક્યાંક કોમી થાય કે કોઈ હડતાળ પર ઉતરે, કોઈ કુદરતી હોનારત સર્જાય કે ક્યાંય કોઈ આતંકી હુમલો થાય એક પત્રકાર પોતાના જીવના જોખમે કોઈ નાત-જાતના વાડામાં પડ્યા સિવાય નિઃસ્વાર્થ ભાવે પોતાની જવાબદારી નિભાવતા હોય છે. આજે અહીં એક વાત પૂછવા માંગીશ કે આપણે સવાર થી સાંજ સુધી ન્યૂઝ પેપર કે ન્યૂઝ ચેનલ જોતા હોઈએ છીએ પરંતુ શુ આપણે એમાંથી કેટલા પત્રકાર ને ઓળખીયે છીએ??? કેટલા પત્રકારના નામ તમે મોઢે બોલી શકો એમ છો??? તમે કેટલાય ન્યૂઝમાં જોતા હોવ એ સમયે કેતા હશો કે આ જે છે એ આ નેતા છે કે આ અભિનેતા છે પરંતુ શુ આપણે નેતા અને અભિનેતા સિવાય પત્રકાર કે કોઈ વૈજ્ઞાનિક ને ઓળખીયે છીએ??? જે આપણા જીવન સાથે જોડાયેલ છે જેમના કારણે આપણે ઘણું બધુજ જાણી સમજી જીવનમાં ઉતારી સારી જિંદગી જીવી શકીએ એમ છે તો પણ આપણે એમના નામ નથી જાણતા કે નથી એમના જીવન વિશે કાંઈ જાણતા. પત્રકારનું જીવન દરેક ડગલે ને પગલે સંઘર્ષથી ભરેલું છે અને સાથે દરેક ક્ષેત્રે જ્ઞાન પણ પુરુ પાડનાર પણ છે. એક પત્રકારના જીવન ને જો બારીકાંઈથી સમજવામાં આવે તો હું માનુ છું ત્યાં સુધી અભણ માણસ પણ એટલો ઘડાઈ જાય કે વગર ભણે એ દરેક ક્ષેત્રે પારંગત થઈ જાય. એક પત્રકાર બધી જ જગ્યાએ પહોંચી માહિતી પુરી પાડે છે તોપણ કેટલીક વાર એવુ બનતું હોય છે કે એમને કેટલીક જગ્યાએથી અપમાન મળતું હોય છે. એમની લાગણી ને એમની ભાવનાને ઠેસ પહોંચતી હોય છે તોપણ એ શાંત ચિત્તે ત્યાં રહે છે અને શાંતિથી સમજાવીને કામ લેતા હોય છે. 

    મિત્રો એક પત્રકારનું જીવન રોજ નવા વિષય  સાથે શરુ થતું હોય છે એમની પણ જિંદગી છે એમનો પણ પરિવાર છે એ એમની ફરજ કોઈપણ સંજોગોમાં કોઈપણ પરિસ્થિતિમાં પુરી કરે છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે એમને માન-સન્માન આપીએ  અને થઈ શકે એટલો સાથ સહકાર આપીએ.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!