• વિશેષ : કોન્ટ્રાક્ટ પેપર...(બે પ્રેમીઓ શરતોથી પ્રેમના બંધને બંધાયા)
    આર્ટિકલ 27-9-2022 10:05 AM
    લેખક: શૈમી ઓઝા "લફ્ઝ"
     કોન્ટ્રાક્ટ મેરેજ અને શરતી પ્રેમ આ સમય સંજોગો અને પરિસ્થિતિ એ જ ઊભી કરેલી હાલત છે...  આપણે વાત કરવા જઈ રહ્યા છીએ,સાહિલ અને સલોનીની.

    સલોની એક એજ્યુકેટેડ અને મહત્વકાંક્ષી યુવતી હતી. તેને નવી નવી નોકરી મળી એટલે લગ્ન માટે પણ સારા સારા ઘરની વાતો આવે તે સ્વાભાવિક છે.

    આરતીબહેન : બેટા સલોની...જીવન બહુ લાંબું છે,આમ ન એકલા કેમનું જશે... સલોની : મમ્મી તારી પાસે બીજી કોઈ વાત જ નથી હોતી..?

    આરતીબહેન : પણ બેટા તું યુવાન છે, કોઈ તારા માટે માંગુ લઈ આવે દીકરા અને અમે વાતને ટાળીએ એ તું જ કહે કેટલી યોગ્ય વાત છે? 

    સલોની : મમ્મી જે વ્યક્તિ મને જે મને પ્રેમ કરે એના કરતાં મને આજીવન સમજશે હું એની જોડે જ લગ્ન કરીશ. 

    આરતીબહેન : ક્યારે કરીશ અડધી તો ઘરડી થઈ ગઈ... જો તારી ઉંમરની અને આપણી બાજુવાળી છોકરીઓને જો...એક બાળકની મા છે...અને...તું...? જવા દે નથી વાત કરવી, જા પણ તું કંઈ તારા માટે વિચારી લે તો હવે સારું છે... સલોની : તમે એક જ વાત ઉપર કેમ આવી અટકો છો ? મારે ઘણુંબધું કામ છે.

    આરતીબહેન : જો બેટા અમને ખોટા ન સમજ અમે તારા સારા માટે કહીએ છીએ...અમે  તારા દુશ્મન તો નથી જ. સલોની: મમ્મીમને જ્યારે ઇચ્છા થશે ત્યારે કરીશ... 

    આરતીબહેને દીકરીના દુર્વ્યવહાર પછી અંતર બનાવી દીધું... ઘરમાં સૌના લગ્ન બાબતે થતા અતિશય દબાણથી કંટાળી સલોનીએ મમ્મી-પપ્પાને પ્રેમથી હાથ જોડી ઘરેથી નિકળી ગઈ. પરંતુ અતિ એકલતાએ તેને તનાવની ખાઈમાં ધકેલી હતી. સલોની હિંમત હારી બેસે તેવી પણ યુવતી નો’હતી. તે પોતાની જાતને સ્વસ્થ કરી કામમાં પરોવી દીધી. તેની ઓફિસમાં નવા મેનેજર આવ્યા સાહિલ અરોરા. દેખાવમાં સામાન્ય પણ કદરૂપાની કેટેગરીમાં તો ન જ. આવી શકે. સલોની તેના કામથી ખૂબ પ્રભાવિત હતી.ધીરે ધીરે બેઉ વચ્ચે મિત્રતા થઈ બેઉ સરખા વિચારોવાળા હોવાથી તેમને બોન્ડિંગ સારી એવી હતી.વધતી જતી બોન્ડિંગે ચોક્કસ સ્વરૂપ ધારણ કર્યું એ હતું પ્રેમનું.એમની પ્રેમકહાણી શરૂ થઈ ગઈ. દરેક પ્રેમીઓની ઇચ્છાઓ હોય તેમ આમની પણ હેપ્પી એન્ડિંગ લવ સ્ટોરી હોય તેમ સલોની અને સાહિલની પણ ઇચ્છા હતી. સુના જીવનને એક રંગીન બનાવવા માટે તેમના પ્રયત્ન હતાં...બે પ્રેમીઓના દિલને એકબીજાથી જોડી રાખવા માટે નિમિત્ત બન્યુ એક “કોન્ટ્રાક્ટ પેપર”.

    સલોનીએ સાહિલને પોતાના મનની વાત કરતાં કહ્યું આપણે બેઉ પોતપોતાની શરતોવાળુ પેપર તૈયાર કરાવીએ...સાહિલ અરે....સલ્લુ....ડિયર તે તો મારા મનની વાત કરી.ચાલો ત્યારે આપણે બેઉ કોર્ટ તરફ પગરવ માંડીએ...પહેલી સહી તુ કરજે ને બીજી સહી હું કરીશ...

    સાહિલ : આપણે ચાલો કોર્ટ જઈએ. સલોની : હા કેમ નહીં બકુડા...વકીલ પાસે” લવ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ પેપર”કરાવી આવ્યા. 

    સાહિલ રોમેન્ટિક અંદાજે કહે અરે.....પગલું તું પણ બહુ વિચારે છો, કોની તાકાત છે....તું ખુશ હું ખુશ તો બે વચ્ચે બોલવાવાળુ ત્રીજું કોણ...અરે પાગલ આપણે ત્રીજા પાત્રનું પોતાના જીવનમાં રજીસ્ટ્રેશન એપ્રુવ કરીએ તો આવે ને...આપણે બેઉ....નો એન્ટ્રીનું બોર્ડ જ ન લગાવી દઈએ. તો કોઈ પ્રોબ્લેમ્સ જ ન આવે.હવે તો સલ્લુ હસ...સલોની મનેબહુગમ્યું“ઉ..મ્મમ..મા...” અરે..બસ કર બહુ ઉતાવળી ન થા થોડી ફિલિંગ બચાવી રાખ
    સલોની આશ્ચર્ય સાથે જોઈ જ રહી...સાહિલ આખુંય જીવન શરતોનું પાલન તો કરીશું સાથે સાથે પોતાના જીવનને રોમેન્ટિક પણ બનાવીશું.... 

    સલ્લુ અરે....હા અત્યારે થોડી સપનાંની ગાડી ધીમી પાડ આખીય જિંદગી એકબીજાથી બોર પણ થઈ જાશું...તો.. શાંતિ બનાવી રાખીશું. પરંતુ ધીરે ધીરે આ પેપરે એવી તે કમાલ દેખાડી કે આ રિલેશનશિપ જન્મોજન્મની બની જાય તે માટે પણ માધ્યમ બન્યું “કોન્ટ્રાક્ટ પેપર”જે બેઉ યુવાન હૈયાને પ્રેમીઓથી પદવીથી પ્રમોશન આપી પતિપત્નીના સફર સુધી આગળ ધકેલ્યા,શરતોનું પાલનની સાથે કરિયર પણ મસ્ત જીવનને ખુશનુમા કરવા નિમિત્ત બન્યું “લવ કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ પેપર.”

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!