• ટ્રેનના પ્રવાસીઓ માટે ખાસ સુવિધા: રેલવે સ્ટેશનો પર મોબાઇલ ટિકિટ કાઉન્ટર લગાડાશે

    રાષ્ટ્રીય 24-3-2023 12:26 PM
    • ટિકિટ કાઉન્ટર પર ભીડ વધુ હશે ત્યારે આ કાન્ટર પરથી ટિકિટ મળશે

    રેલવે સ્ટેશન પર ટ્રેનની જનરલ ટિકિટ લેવી હંમેશા માથાના દુખાવા સમાન હોય છે. જેનું કારણ છે મુસાફરોની ભીડ. લાંબી લાઈનના કારણે ઘણા બધા મુસાફરોને ટિકિટ મળતી નથી અને મજબૂરીમાં તેમણે ટિકિટ વિના મુસાફરી કરવી પડે છે. આ સમસ્યાના સમાધાન માટે રેલવેએ અમુક પગલા ઉઠાવ્યા છે. યુટીએસ એપથી જનરલ ટિકિટ લેવાની મર્યાદા વધારવામાં આવી છે. હવે રેલવે આનાથી પણ એક પગલુ આગળ વધી રહી છે. રેલવેએ સ્ટેશન પર હરતુ-ફરતુ ટિકિટ કાઉન્ટર લગાડવાનો નિર્ણય કર્યો છે.

    આગામી નાણાકીય વર્ષમાં દેશના ભીડ ધરાવતા રેલવે સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. રેલવેનું આયોજન છે કે મુસાફરોને પાંચ મિનિટથી ઓછા સમયમાં ટિકિટ મળી શકે. જો મુસાફરોને સરળતાથી ટિકિટ મળશે તો ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે. આનાથી રેલવેની આવકમાં વધારો થશે.

    નાણાકીય વર્ષ 2023-24 માટે ફાળવેલ બજેટ માટે પિંક બુક જાહેર કરી છે. જેમાં જણાવાયુ છે કે ઉત્તર રેલવેમાં હરતુ-ફરતુ ટિકિટ મશીન લગાવવાનું આયોજન છે. 

    આ યોજના પર 27.74 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ મશીનને રેલવે કર્મચારી કે પછી એજન્ટને ફાળવવામાં આવશે. મશીનને લઈને કર્મચારી પ્લેટફોર્મ જવાના રસ્તા કે બુકિંગ કાઉન્ટર પાસે ઊભા રહેશે. ટિકિટ કાઉન્ટર પર ભીડ વધુ હશે ત્યારે આ એજન્ટ કે કર્મચારી બૂમો પાડીને મુસાફરોને બોલાવશે અને ટિકિટ કાપશે.

    રેલવે મુસાફરોની સુવિધા માટે નવી ઓટોમેટિક ટિકિટ વેન્ડિન્ગ મશીન પણ લગાવશે. આ મશીનોથી તેમને ટૂંક સમયમાં ટિકિટ મળી શકશે. દક્ષિણી રેલવે મંડળે અમુક રેલવે સ્ટેશનો પર 254 વધુ એટીવીએમ લગાવવાનો નિર્ણય કર્યો છે. હાલ દક્ષિણી રેલવે મંડળમાં 99 એટીવીએમ મશીન કામ કરી રહ્યા છે. 

    એટીવીએમનો ઉપયોગ અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટ બંનેને ખરીદવા માટે થશે. આ સિવાય દૈનિક મુસાફર એટીવીએમ પર પોતાના મહિના અને ત્રિમાસિક ટિકિટને રિન્યુ કરાવી શકે છે. મુસાફરોને ચૂકવણી માટે આર-વોલેટનો ઉપયોગ કરવા પર બોનસ પણ આપવામાં આવશે. રેલવે સ્માર્ટ કાર્ડ અને ક્યૂઆર કોડ-યુપીઆઈ આાધારિત ચૂકવણી સુવિધાનો ઉપયોગ કરીને ટિકિટ ખરીદી શકે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!