• વિશેષ : “પરિશ્રમનો ના સાથી કોઈ, સફળતાનાં સો હિસ્સેદાર”
    આપણે કંઈક નવું કાર્ય કરવા જઈએ અથવા કોઈ કાર્યને નવી દિશા આપવા જઈએ, તો કાર્ય શરૂ કરતાં પહેલાં જ કેટલાક લોકો આપણને એવી સલાહ આપશે, “આવાં કામ ના કરાય, એમાં ઘણું જોખમ છે. કદાચ તને સફળતા ના મળી, તો તારી બધી મહેનત વ્યર્થ જશે!”

    ઓડિશાના આદિવાસી જિલ્લાના, બહુલ કંધમહાલના ૪૫ વર્ષની વયના જલંધર નાયકે પોતાના ગામ ગુમસાહિને પંદર કી.મી. દૂર આવેલા ફૂલબની શહેર સાથે જોડવા માટે સતત બે વર્ષ સુધી આ બન્ને શહેરના જોડાણ વચ્ચે અવરોધરૂપ નાના મોટા પાંચ પહાડોમાંથી મોટા મોટા બે પહાડોને માત્ર હથોડી, કોદાળી અને પાવડાની મદદથી, એ પણ પોતાના એકલા હાથે ચોવીસ કલાકમાંથી સાત આઠ કલાક સખત પરિશ્રમ દ્વારા તેને તોડીને એક એવો રસ્તો બનાવ્યો, જેમા માત્ર સાઇકલ જ નહીં કાર પણ જઈ શકે છે અને આવડી મોટી જહેમત તેમણે પોતાના ત્રણ સંતાનો માટે કરી, જેથી તેમને દરરોજ શાળાએ જવા પાંચ પહાડો પાર ન કરવા પડે. જ્યારે જલંધર નાયક આ કાર્ય કરતા, ત્યારે તેમનો સાથ તો કોઈ ના જ આપતુ ઊલટા તેમને નાદાન ગણીને કહેતા, “આ પહાડોની વચ્ચેથી રસ્તો બનાવતા ભવ વીતી જશે અને એ પણ હથોડી, કોદાળી વડે?” જ્યારે તેમણે આ કાર્ય પોતાના એકલા હાથે અને સાચી ધગસ દ્વારા માત્ર બે વર્ષમાં પૂરું કર્યુ અને “માઉન્ટ મેન” તરીકે દુનિયામા પ્રખ્યાત થયા. જ્યારે તેઓ પ્રખ્યાત થયા; ત્યારે તેમની ખ્યાતિના હિસ્સેદાર બધા બનવા લાગ્યા, પરંતુ જ્યારે તેમને કોઈ મદદની જરૂર હતી, ત્યારે તેમણે કોઈ હાથ કે સાથ આપવા તૈયાર તો ના જ હતુ, ઊલટા તેમના કાર્યને પણ હાંસીનુ પાત્ર ગણતા. 

    જીવનમાં પણ આવું જ થાય છે. આપણે જ્યારે કોઈ નવું કાર્ય કરવાની શરૂઆત કરીએ, ત્યારે આપણી બધાં જ હાસી ઉવડાવશે. આપણાં કાર્યમાં સાથ આપવાનું તો છોડો પ્રસંશા પણ નહીં કરે અને જ્યારે આપણે એ કાર્યમાં સફળ થઈ જઈએ, ત્યારે એ સફળતાનાં હિસ્સેદાર ઘણાં જ બનવાં લાગશે. એથી ઊલટું, માણસને જો પરિશ્રમના સમયે કોઈ સાચો સાથ મળી રહે, તો તે કેટલી ઝડપથી સફળતા મેળવી શકે છે તેને ઉદાહરણ દ્વારા સમજીએ.

    કડવાભાઈ શેરીમા ખૂબ જ ગંદકી કરતા. તેની સામે રહેતા માધવભાઈ તેને એકવાર કહેવા ગયા, “ભાઈ, આમ ગંદકી ના કરો. આપણી જ શેરી ખરાબ થાય છે.” તો તેમને જવાબ આપ્યો, “તમે તમારુ કામ કરો ને!” માધવભાઈના દરરોજ સમજાવવા છતાં તે ગંદકી કર્યે જ રાખતા અને દરરોજ આવો જ જવાબ આપી માધવભાઈનુ મોઢુ તોડી લેતા. શેરીના બધા જ સભ્યો માધવભાઈને તેમના આ કાર્ય માટે પાગલ કહીને, તેમની હાંસી ઉડાવતા. આ કાર્ય સતત એક મહિના સુધી ચાલ્યુ, પરંતુ સફળતા ના મળી. પછી શેરીમા રહેતા એક વડીલ તેમની સાથે જોડાયા. બન્ને એકસાથે કડવાભાઈને ગંદકી ના કરવા સમજાવવા ગયા. બે વ્યક્તિને જોઈ એક ક્ષણ કડવાભાઈ કંઈ બોલતા સહેજ ખચકાયા, પણ પછી ખોટો વટ બતાવી એ બન્નેનુ મોઢુ તોડી લીધુ. ધીમે ધીમે આખી શેરીના બધા સભ્યો આ કાર્ય માટે એક થયા અને કડવાભાઈના ઘરે ગયા. આ ઘટનાનાં બીજાં જ દિવસથી શેરીમાંથી ગંદકી દૂર થવા લાગી. એકલા માધવભાઈના સમજાવાથી તેની અસર થતા કદાચ વર્ષો વીતી જાત, પણ આખી શેરીનાં આ મોરચામાં જોડાતાં સફળતા માત્ર એક જ દિવસમાં મળી ગઈ. તાત્પર્ય... એકલાં હાથે કાર્ય કરનાર વ્યક્તિની હાંસી ઉડાવવા કરતાં તેને સાથ આપીએ તો તે સારું કાર્ય ઝડપથી પાર પડે છે.

    “પરિશ્રમનો ના સાથી કોઈ, સફળતાનાં સો હિસ્સેદાર,
    કર્મ કર્યે જા લગનથી, ભાગ્ય બનશે બહુ ધારદાર.”
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!