• વિશેષ : એકાંત એટલે સ્વયંની સાથે
    ઘણાં માણસોને હંમેશાં એકલું જ રહેવું ગમતું હોય છે. તે ના તો કોઈ મિત્ર, ના પાડોશી કે ના કોઈ સંબંધી સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. હંમેશાં પોતાની ધુનમા જ રહેવાવાળા આવા લોકોને બધા અતડા કે સ્વાર્થી કહીને સંબોધે છે, પરંતુ તેમને આ બાબતથી કોઈ જ ફરક પડતો નથી હોતો. તે તો બસ પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. ખરેખર આવાં લોકો સાચાં અર્થમાં સુખી કહેવાય.

    આ બાબત સમજવા એક પ્રયોગ કરીએ. માત્ર થોડી જ મિનિટો માટે બન્ને આંખો બંધ કરી, શરીરને સ્થિર કરી અને ચિત્ત ને બધાં જ વિચારોથી મુક્ત કરીએ અને માત્ર પોતાની ભીતર ઝાંખીએ. આમ કરવાથી મન ખરેખર એક અલગ જ શાંતિનો અનુભવ કરશે. ધીમે ધીમે બધી જ જંજાળમાંથી મન મુક્ત થવા લાગશે. પછી કોઈ આપણાં વિશે શું કહે છે, તે પણ અસર નહીં કરે. આપણે પણ એ સ્વાર્થી કહેવાતા લોકોની જેમ અલગારી બની જઈશુ અને ફક્ત અને ફક્ત સ્વયંની સાથે એકાકાર થઈ જઈશુ. હંમેશાં એકાંતમાં રહેવું એટલે ભીડથી દૂર, પરંતુ ખુદની સાથે હોવું, ખુદને સમજવું, જાણવું અને અનુસરવું. જ્યારે આ રીતે કોઈ વ્યક્તિ ખુદ સાથે એકાકાર કરી લે છે, ત્યારે તે ખુદ પરબ્રહ્મ સ્વરૂપ ધારણ કરી લે છે, કારણ તે દુનિયાનાં કપટ, દંભ, લોભ, લાલચ, મોહ, ગમા, અણગમા, પ્રેમ, તિરસ્કાર, માન, અભિમાન આ બધાથી તે પર બની જાય છે. પછી આવી વ્યક્તિને કોઈ કંઈપણ કહેશે, તો તે માત્ર હળવું સ્મિત જ વેરશે, કારણ તેની ભીતર તે ખૂબ શાંત હોય છે. જેમાં કોઈ વમળ ઉત્પન્ન કરી શકે તેમ જ નથી હોતું. કોઈ કાંકરીચાળો કરી તેની આ શાંતિને તોડી શકવા પણ સક્ષમ નથી હોતું. 

    કલાકારો, જેમ કે લેખક-લેખિકા, સંગીતની સાધના કરનાર, નૃત્ય કે બીજા કોઈ પણ ક્ષેત્રના કલાકારો પોતાનુ કામકાજ પૂરુ કરી હંમેશાં એકાંતમાં જ સમય પસાર કરવાનુ પસંદ કરતા હોય છે. જો તે એકલા રહેશે, તો જ તે આત્મમંથન કરી શકશે, કંઈક નવુ સર્જન કરી શકશે અને દુનિયાને પ્રગતિના પંથે આગળ વધારી શકશે. આ જ રીતે સાચા સાધુ-સંતો પણ હંમેશાં એકાંતવાસમા જ રહેવાનુ પસંદ કરતા હોય છે, કારણ એ જેટલા એકલા રહીને સાધના કરશે, તેટલા જ તે મોક્ષની નજીક પહોંચી શકશે અને મોક્ષ એટલે ઈશ્વરના હૃદયમા હંમેશાં માટે સમાઈ જવુ. આપણે પણ નાનાં હતાં, ત્યારે પરીક્ષાની તૈયારી કરવા માટે એક રૂમમાં બેસી જતાં. આખો દિવસ વાંચવાનું કામ કરતાં અને એ પણ એકાંતમાં જ. તે કારણે આપણે થોડાં સમયમાં ઘણું ગ્રહણ કરી શકતાં. આનાથી ઊલટું જો કોઈ વ્યક્તિ આપણને વાતો કરવાવાળું હોય, તો તે તેની કોઈ વાત આપણને કહે અને એ વાત આપણી આત્માને અસ્વીકાર્ય હોય, તો આખો દિવસ આપણો મગજ એ જ વિચારોમાં વળગેલું રહેશે, જેથી આપણે આપણું કોઈ જ કામ સ્થિર થઈને નહીં કરી શકીએ, વળી ફોગટ વાતો કરવાથી આપણો બધો જ સમય બરબાદ થઈ જશે અને આગળ વધવાને બદલે આપણે પાછળ પડતાં જઈશું. કોઈ નવું સર્જન કરવા અસમર્થ બની જઈશું. એટલે જ મોટેભાગે નવું સર્જન કરનાર વ્યક્તિ હંમેશાં એકલાં જ રહેવાનું પસંદ કરે છે, કારણ એકાંત એટલે સ્વયંની સાથે. તો હવે જો તમને એકલાં રહેવાનું પસંદ કરતા હોય અને કોઈ તમને આવીને એમ કહે, કે તમે શા માટે હંમેશાં એકલા જ રહો છો? તો તેમને કહેજો હું એકલો નથી, બસ સ્વયંની સાથે છું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!