• વિશેષ : બેટા,તારું મન ખોટું કરવા લલચાય ત્યારે સામેની વ્યક્તિની આંખોમાં તું તારી માને જોજે
    આર્ટિકલ 16-8-2022 11:59 AM
    લેખક: રીટા મેકવાન
    વંદનાબેન એક શાળાના શિક્ષિકા, બે બાળકોની સાથે એકલાજ રહેતા હતા.પતિએ વેપારમાં ખોટ જતા, ઘર છોડીને જતા રહ્યા પછી ક્યાં છે? કોની સાથે છે? જીવે છે કે મરી ગયો? એની વંદનાબેનને કંઈ જ ખબર નથી. એ વાતને આજે દસ વર્ષના વહાણા વાઈ ગયા. ઘરની બહાર મોસમી વરસાદે માઝા મૂકી હતી, અને બે રૂમ રસોડાના ફ્લેટની ગેલેરીમાં બેઠેલા વંદનાબેનની બંધ આંખો અનરાધાર વરસતી હતી.

    પતિના ઘર છોડ્યા પછી બે બાળકોની સાથે મૂંઝાયેલા વંદનાબેને નોકરી શોધવા માંડી. વંદનાબેન જુવાન હતા. ભણેલા હતા. ઘણી જગ્યાએ નોકરી મળતી હતી, પગાર પણ વધારે હતો પણ, આંખોમાં વાસનાનાં સાપોલિયાં જોઈને વંદનાબેન ના પાડી દેતા.
    એક જગ્યાએ પેપરમાં સ્કૂલમાં નોકરીની જાહેરાત જોઈને વંદનાબેને નોકરી માટે અરજી કરી. બે દિવસ પછી સ્કૂલમાં ઇન્ટરવ્યૂ માટેનો કાગળ આવ્યો. વંદનાબેન ઇન્ટરવ્યૂ આપવા ગયા.

     પ્રિન્સિપાલની ઓફિસમાં તેમને બોલાવ્યા. ભણતરના સર્ટિફિકેટ જોઈને પ્રિન્સિપાલે પૂછ્યું, કેટલા પગારની આશા છે? ત્યારે વંદનાબેને કહ્યું, “સર, મારા બે બાળકોની જવાબદારી છે અને એકલી જ છું ,એટલે પંદરસો જેટલા પગારની આશા છે.

    પ્રિન્સિપાલે એક કાગળમાં કંઈક લખ્યું અને એ ચિઠ્ઠી વંદનાબેનને આપીને કહ્યું, “બહાર બેસીને આ ચિઠ્ઠી વાંચી લેજો. બહાર જતા જતા વંદનાબેન વિચારવા લાગ્યા..વિદ્યાના મંદિરમાં પણ વ્યભિચારના વેપાર શરૂ થઈ ગયા.ને ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી ને વાંચી. જેમાં લખ્યું હતું, તમારો પગાર ચોપડે ૨૧૦૦ રૂપિયા હશે પણ, તમને પંદરસો રૂપિયા આપવામાં આવશે અને તમારે ૨૧૦૦ રૂપિયાના પગાર પર સહી કરવી પડશે. અને આ વાત ખાનગી રાખવી પડશે. જો તમારી હા હોય તો અડધો કલાક પછી અંદર આવીને મને મળજો. નહીં તો જતા રહેજો.

    અડધો કલાક પછી વંદનાબેન અંદર આવ્યા અને પ્રિન્સિપલને બે હાથ જોડીને કહ્યું, “ સર મને મંજુર છે. અત્યારે મને મારા બાળકોને ઉછેરવા, ખવડાવવા, ભણાવવા ને મોટા કરવા માટે નોકરીની જરૂર છે. અને તમારો આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. મને નોકરી આપીને મારા પર તમે ખૂબ મોટી મહેરબાની કરી છે, અને હા.. આ વાત હું ગુપ્ત  રાખીશ. મને વધારે પગારની અપેક્ષા નથી. સર.. મને નોકરી મળી ગઈ? ને હું ક્યારથી આવું? પ્રિન્સિપાલ નરેશભાઇ એ કહ્યું કાલથી તમે નોકરી પર આવી જજો. બીજે દિવસથી તેમને નોકરીની શરૂઆત કરી દીધી.  તે દિવસે પ્રિન્સિપાલ નરેશભાઈ ઘરે ગયા પણ, એમના મનને ચેન નહોતું. મન વ્યાકુળ હતું ,વ્યગ્ર હતું. કંઈ ખોટું કર્યાનો દિલમાં ડંખ હતો. એમની પત્નીએ કહ્યું, કેમ આજે ઉદાસ છો ?સ્કૂલમાં કંઈક બન્યું છે? ચાલો, જમી લઈએ .અને નરેશભાઈ જમવા બેઠા પણ આજે એમનું જમવામાં પણ મન નહોતું. જેમતેમ જમવાનું પતાવીને સુવા જતા રહ્યા.  જેમ તેમ એમને ઊંઘ આવી અને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં ગામડામાં રહેતી તેમની મા હતી. માએ પૂછ્યુ, બેટા.. આજે ઉદાસ કેમ છે ? શું થયું ?હું તારી માં છું મને તારી ચિંતા છે અને  હા..જ્યારે તું ખુશ હોય કે દુઃખી હોય મને તરત જ ખબર પડે છે. તારાથી કંઈ અહિત તો નથી થયું ને બેટા!! નરેશભાઈએ ઊંઘમાં જાણે  મા સાથે વાત કરી “  ના.. મા.. કઈ નથી થયું. બસ એમ જ. તેમની માતાએ કહ્યું, નરેશ.. તારા પિતાના સ્વર્ગવાસ પછી મેં ખૂબ જ મહેનત કરીને અને મુસીબતથી તને મોટો કર્યો છે અને ભણાવ્યો છે. ઘણા લોકોની મદદ અને હૂંફ મને મળી છે. જો બેટા કોઈ લાચાર બેબસ હોય તો એનો ફાયદો ક્યારેય ના ઉઠાવીશ. અને જ્યારે તારું મન એવું કંઈક કરવા લલચાય ત્યારે સામેની વ્યક્તિની આંખોમાં તું તારી મા ને જોજે.  તું એ લોભ-લાલચના પાપમાંથી  જરૂર બચી જશે. ને નરેશભાઈ સ્વગત બોલ્યા, હા.. મા..હું કોઇની લાચારી નો ફાયદો નહિ ઉઠાવીશ.           નરેશભાઈ ની આંખ ઊઘડી ગયી. એમણે એક મક્કમ નિર્ણય લીધો અને પછી સંતોષથી ઘસઘસાટ ઊંઘી ગયા.. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!