• વિશેષ : અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો : રીટા મેકવાન
    આર્ટિકલ 19-7-2022 11:59 AM
    રીટા મેકવાન

    ઓગષ્ટ મહિનાની શરૂઆત. કોલેજનું નવું સત્ર શરૂ થયું. વરસાદની ઋતુ. વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા. ક્યારેક ઝરમર વરસતો વરસાદ, ક્યારેક અનરાધાર વરસતા વરસાદની હેલી.

    ધરા અને વરુણ  ત્રણ વર્ષથી કોલેજમાં સાથે હતા. પ્રથમ વર્ષની દોસ્તી છેલ્લું વર્ષ આવતા સુધીમાં પ્રેમમાં પરિણમી. નવું સત્ર શરૂ થયું એના બીજા અઠવાડિયે વરસાદના ઝાપટા આવતા અને અટકી જતા. વરુણે કોલેજની કેન્ટીનમાં ચા પીવા બેઠેલી ધરાને વરસાદમાં પલળવા કહ્યું. ધરાએ ના પાડી પણ વરુણ એને ખેંચીને વરસાદમાં લઈ ગયો. બંને મન મૂકીને પલળ્યા. વરુણની આંખોમાં ઉન્માદ છવાયો. ધરાને બાહોમાં લેવા અધીરો બન્યો. ધરા હાથ છોડાવી કેન્ટીન તરફ ભાગી. વરુણ ગુસ્સે થઈ ગયો.બે દિવસ ધરાએ મનાવ્યો ત્યારે બોલ્યો, આપણે લગ્ન કરવાના છીએ તો પછી તને શું વાંધો છે?ધરાએ કહ્યું, લગ્ન પહેલા કઈ નહિ. એકવાર મમ્મીપપ્પાને જણાવી દઈએ. વરુણ બોલ્યો, પ્રેમ કરતી વખતે માબાપને પૂછવું જોઈએ ને!!

    થોડા દિવસ અબોલામાં વીત્યા. એક દિવસ ધરાએ વરુણને કહ્યું, મારા મમ્મીપપ્પાએ મારા લગ્ન નક્કી કરી દીધા છે. વરુણ અવાક્ થઈ ગયો. ધરાએ વરુણને કહ્યું, મારું શરીર લગ્ન કરશે પણ મારું મન તારી પાસે જ રહેશે.

    વરુણે કહ્યું, જો મને પ્રેમ કરતી હોય તો એક વચન આપ. લગ્નની પહેલી રાત્રે જ તું તારા પતિને આપણા પ્રેમની વાત કરી દેજે. એ તને છોડી દેશે પછી આપણે લગ્ન કરી લઈશું. તારા મમ્મી પપ્પા પણ ના નહિ પાડશે.હવે હું તને તારા છૂટાછેડા થશે પછી જ મળીશ અને બન્ને છૂટા પડ્યા.

    ઘરના લગ્ન અંબર સાથે થયા.વરુણના ખ્ય પ્રમાણે ધરાએ પહેલી રાતે જ અંબરને કહ્યું કે હું વરુણને પ્રેમ કરું છું.તમે છૂટાછેડા આપો એટલે હું ને વરુણ સાથે લગ્ન કરી લઈશ.

    અંબર નામ પ્રમાણે ખૂબ વિશાળ હૃદયનો હતો તેણે કહ્યું તું કહેશે એમ જ થશે પણ થોડો સમય થોભવું પડશે. છ મહિના પછી મારી બેનના લગ્ન છે. મારા માતા-પિતા પણ ઉંમરવાળા છે એટલે ભાઈ તરીકે મારે ફરજ નિભાવવાની છે. ધરાઈ કહ્યું,” સારું.”

    ધરાના સાસુ-સસરા તેને દીકરીની જેમ રાખતા. ધરા મોડી ઊઠે. કોઈક વાર રસોઈ કરે. નહીં પણ કરે છતાં કોઈ ફરિયાદ નહીં. ઘણી વખત પરિવારને બતાવવા માટે બંને સાથે બહાર જતા. ઘરમાં કોઈને કંઈ જ ખબર નહોતી. અંબર અને ધરા એક રૂમમાં એક છત નીચે અલગ રહેતા હતા.

    અંબરની બેનના લગ્ન થઈ ગયા અને અંબરની મમ્મી બીમાર પડ્યા. અંબરે કહ્યું, “ધરા,થોડો સમય થોભી જા.”

    આમને આમ એક વર્ષ પૂરું થયું. અંબરના મમ્મી-પપ્પાએ કહ્યું, “ધરા બેટી, તુ અને અંબર લગ્ન પછી ક્યાંય ફરવા ગયા નથી. થોડા દિવસ ફરી આવો.” બે દિવસ પછી અંબરે ધરાને સામાન પેક કરવા કહ્યું. 

    ધરાએ પૂછ્યું,  ક્યાં જઈશું? અંબરે કહ્યું, “વડોદરા. આપણે વરુણ પાસે જઈશું.હું તને વરુણને સોંપી દઈશ.”

    વડોદરા પહોંચી ધરાએ વરુણના ઘરનો દરવાજો ખખડાવ્યો. દરવાજો ખૂલ્યો. એક હાથમાં દારૂનો ગ્લાસ બીજા હાથમાં એક છોકરીનો હાથ પકડી વરુણ ઉભો હતો.

    ધરા ત્યાં જ ઉભી રહી ગઈ. વરુણ બોલ્યો, “આવો આવો ધરારાણી.” આવતા આવતા બહુ વાર લગાડી? જો તારી જગ્યા આ બીજી રાણીએ લઈ લીધી. ધરા વરુણ તરફ ધસી ગઇ અને  વરુણને એક તમાચો માર્યો અને બોલી,”તારા વિશે લંપટ શબ્દ સાંભળ્યો હતો.તું ખરેખર એવો જ નીકળ્યો.” સડસડાટ કરતી દાદરો ઉતરી ગઈ. અંબર એની પાછળ ગયો. બંને જે હોટલમાં ઉતર્યા હતા ત્યાં ગયા. ધરા અંદર જઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અંબરે કહ્યું,” ધરા, હવે તું કહે ત્યાં તને લઈ જાઉં.” ધરા અંબરને ભેટીને બોલી, અંબર તું કેટલા વિશાળ હ્રદયનો છે!!”  આ ધરાને તારી બાહો સિવાય હવે ક્યાંય જવું નથી.  અંબર તમે મને અપનાવશો ? અંબર ધરા પર અનરાધાર વરસાદની હેલી બની વરસી પડ્યો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!