• વિશેષ : તારી અણધારી વિદાયથી હું શૂન્યતામાં સરી પડ્યો છું
    આર્ટિકલ 8-8-2022 11:16 AM
    લેખક: રીટા મેકવાન
     સંજય આંખો બંધ કરી સોફા પર બેઠો હતો. આંખોમાંથી આંસુ ગાલ ઉપર સરકી રહ્યા હતા. સંજયની પત્ની નંદીનીના મૃત્યુને આજે સત્તર દિવસ થયા હતા. સંજયના મનભીતર પત્નીની મીઠી યાદોનો ખળભળાટ તેને ઊંઘવા નહોતો દેતો.  અચાનક અંદરથી એક અવાજ આવ્યો. સંજય મેં તમને કહ્યું હતું ને હું ન હોઈશ તો તૂટી જશો, વેરાઈ જશો. બોલો સાચું છે ને!!

     સંજયે  આંખો ખોલી. ટેબલ પર પત્નીના ફોટા સામે જોયું અને બોલ્યો,” હા નંદી, તું સાચી.” પણ આ રીતે અચાનક પોતાનાને છોડીને, અમને અનાથ બનાવીને જતું રહેવાય? તારા વગર મારું અને  આપણી બન્ને દીકરીઓનું શું થશે એ તેં ન વિચાર્યું?

     નંદી, એવું કહેવાય છે કે પુરુષ ઘરનો મોભ હોય છે.હું આ ઘરનો મોભ ખરો પણ મારા ઘરને  છાયારૂપી છત્ર આપનાર તારી છત્રછાયા આમ અચાનક જતી રહી એટલે અમે તારા વગર નોંધારા બની ગયા છીએ.

    નંદી, હું મારો પગાર તને આપી દેતો,પછી ઘર કેમ ચલાવવું, સમાજના બધા વ્યવહારમાં ઊભા રહેવું, બંને દીકરીઓને મોટી કરવી. આ બધું તે કેવી રીતે કર્યું? તારી અણધારી વિદાયથી હું શૂન્યતામાં  સરી પડયો છું.

    સંજયની મોટી દીકરી પપ્પાના રૂમની બહાર ઉભી રહીને પપ્પાને જોઈ રહી હતી અને તેમની વાતો સાંભળી રહી હતી. અંદર આવી પપ્પાના ખભે હાથ મૂક્યો અને બોલી પપ્પા તમે અને મમ્મી ક્યારેય અલગ થયા જ નથી. હંમેશા જ્યાં જાઓ ત્યાં સાથે જ. નોકરી પરથી આવ્યા પછી તમે બહાર ઓટલે પણ ભાગ્યે જ નીકળ્યા હશો.

    પપ્પા તમે આમ તૂટી પડશો તો અમારું શું થશે? નાની જીયા મમ્મીની કેટલી લાડકી! પપ્પા એને સંભાળો. આ ઘરના દરેક ખૂણામાં મમ્મીની યાદો છે.  રિયા નાની બેન જીયાને, પપ્પા પાસે લઈ આવી અને બોલી, જુઓ પપ્પા.. આપણે મમ્મીને ક્યારેય પણ ભૂલી શકવાના નથી. આપણે દરરોજ મમ્મીની સાથે વાત કરીશું. મમ્મીનાં ફોટાને સામે જોઈને કહ્યું,” આપણે રોજ બહાર નીકળતી વખતે મમ્મીને “જય શ્રી કૃષ્ણ” કહેતા.  હજુ પણ મમ્મી છે જ એમ વિચારીને “જય શ્રી કૃષ્ણ” કરીશું.  નંદીનીના ફોટા સામે જોઈ ને રિયા બોલી,”મમ્મી, આ ઘરમાં પહેલા તારી પ્રત્યક્ષરૂપે, સજીવ દેહે છત્રછાયા હતી અને હવે તું નથી તો પણ અમે એવું માનીએ છીએ કે તારી છાયા હંમેશા અમારી સાથે રહેશે. 

    અમને  તું જ સંભાળજે. નાની જીયા મમ્મીના ફોટા પાસે ગઈ અને બોલી,” મમ્મી, હું દસમા ધોરણમાં છું અને હવે કાલથી સ્કૂલે જઈશ. “જય શ્રી કૃષ્ણ” મમ્મી.” સંજય પોતાની બંને દીકરીના માથે હાથ ફેરવીને બોલ્યો,” નંદી, મારે પણ હવે નોકરીએ જવું પડશે. ત્રણેય જણા મ્લાન વદને  હસીને, નંદીના ફોટા સામે જોઈને “જય શ્રી કૃષ્ણ” બોલ્યા. બંને દીકરીઓ પપ્પાને ભેટીને રેડી પડી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!