• ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા તમામ જિલ્લાઓમાં રમત-ગમત કેન્દ્રો શરૂ કરશે

    ગુજરાત 17-3-2023 01:08 PM
    ગાંધીનગર

     ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રમત ગમત કેન્દ્રો શરૂ કરવા અંગે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં રમત-ગમત કેન્દ્રો શરૂ કરશે. હાલમાં 19 જિલ્લાઓ અને ૩ તાલુકા કક્ષાએ રમત ગમત સંકુલો કાર્યરત છે .ચાલુ વર્ષે બાકી જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ રમત ગમત સંકુલો શરૂ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

    ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવા અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં રમત ગમત મંત્રીએ જણાવ્યું કે, પાલનપુર ખાતે આવેલ સ્પોર્ટ સંકુલ માટે રૂપિયા 8.47 કરોડના ખર્ચે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવનાર છે. આ ઉપરાંત તમામ તાલુકાઓમાં પણ રમત ગમત સંકુલ ઊભા કરવાની સરકારની નેમ છે.

    ગુજરાતના રમતવીરોને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ મળી રહે તે અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં રમતગમત મંત્રીએ જણાવ્યું કે આ માટે નડિયાદ ખાતે હાઈપરફોરમન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અનુભવી કોચ દ્વારા ગુજરાતના રમતવીરોને આપવામાં આવી રહી છે
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!