• સશક્તિકરણ ક્ષેત્રે સફળતા અને પરિવર્તનની ગાથા હવે અહીં વાંચવા મળશે
    યુનિસેફ 5-8-2022 02:43 PM
    • રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય તેમજ યુનિસેફના સંયુક્ત પ્રયાસથી ઉજવણીની પહેલ

    અમદાવાદ

    રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા યુનિસેફ સાથે મળીને ‘ઉજવણી’ ની પહેલ કરી છે. આ અંતર્ગત ખૂબ મહેનતથી જે કિશોર અને મહિલાઓ સશક્તિકરણના ઉદાહરણરૂપ બન્યા છે તેની સાફલ્ય ગાથા રજૂ કરાશે. દેશના વિકાસના પ્રવાસમાં સમાજના આ લોકોએ પોતાના પ્રયાસથી જે અમૂલ્ય પરિવર્તન આપ્યું છે તેને સમાજમાં છેલ્લા માણસ સુધી જઈ જવાનો ઉજવણીથી પ્રયાસ છે. આ પ્રયાસમાં ગુજરાત મેઈલ પણ એક ભાગ બનવા જઈ રહ્યું છે. સશક્તિકરણના ઉદાહરણરૂપ આ વ્યક્તિની ગાથાને અમે પેપરના માધ્યમથી આપના સુધી પહોંચાડશું.

    યુનિસેફ દ્વારા રાજ્યના  સશક્તિકરણના 20 સમાજસેવકોની સફળતાની અને પરિવર્તનશીલતાની ગાથાઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારના કાર્યકર્તાઓ, સમુદાયના સભ્યો અને 15 જિલ્લાના કિશોરનો સમાવેશ થાય છે. જેમાં 181 અભયમમાં સેવા આપતી મહિલાઓ, નારીગૃહના સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર્તા સહિતનો સમાવેશ થાય છે. તેમણે સમાજને આપેલી ઉદાહરણરૂપ સેવાને અમે આપના સમક્ષ રજૂ કરી તેને વધુ સફળ બનાવવા પ્રયાસ કરીશું. આવતા અંકથી આપને અહીં તેની સફળતાની ગાથા વાંચવા મળશે. ચૂકશો નહીં.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!