• આકરી મહેનત, ધગશ અને બલિદાન આપીને જ સફળતા મેળવી શકાય છે : CA કરન શાહ 
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:57 AM
    • ધીરેન શાહ અૅન્ડ કંપનીનો દેશની ટોપ ટેન મોસ્ટ એડમાયર્ડ ફર્મમાં સમાવેશ થયો છે
    • હું એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ અને યંગ એન્ટરપ્રેન્યોર્સ માટે મેન્ટરશિપ કરી રહ્યો છું
    અમદાવાદ


    સફળતા મેળવવાનો કોईઈ શોર્ટ કટ નથી. આકરી મહેનત, ધગશ અને બલિદાન આપીને જ સફળતા મેળવી શકાય છે એવું કરન શાહે જણાવ્યું હતું. હું વર્ક ઇન પ્રોગ્રેસ છું અને રહીશ. મારી સફળતા માટે હું માતા-પિતા, પત્ની અને બહેનના સમર્થન અને બલિદાન માટે આભાર માનું છું. 

    ધીરેન શાહ અૅન્ડ કંપનીના પાર્ટનર કરન શાહે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા પિતા અને કંપનીના સિનિયર પાર્ટનર ધીરેનભાઇ શાહ સીએ છે અને તેઓ ઘણા વર્ષો અગાઉ પોતાના ટેક્સટાઇલના ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા અને ચાર વર્ષ કામ કર્યું હતું. જોકે, ત્યારબાદ વર્ષ 1986માં તેમણે પોતાની ફર્મ શરૂ કરી હતી. મેં સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને જ્યારે હું બીકોમનો અભ્યાસ કરતો હતો ત્યારે વર્ષ 2007માં હું અમારી ફર્મમાં જોડાયો હતો. આૅફિસમાં મને પિતા પુત્રને બદલે જુનિયર તરીકે ગણે છે અને તેઓ આૅફિસમાં પ્રોફેશનલ સંબંધો રાખે છે, જોકે તેઓ જ મારા મેન્ટર છે. ફર્મમાં હું તમામ પ્રકારના કામો શીખ્યો છું જેમાં ઓડિટ, રીટર્ન ભરવું વગેરેનો સમાવેશ થાય છે. એ વખતે મેં આવકવેરાના સર્ચ અૅન્ડ સર્વે કેસ કવર કર્યા હતા અને સેટલમેન્ટ કમિશન વર્ક પણ કર્યું હતું. વર્ષ 2011માં મારા પિતા બહારગામ હતા ત્યારે ક્લાયન્ટને ત્યાં આઇટી સર્વેમાં મેં 36 કલાક સ્વતંત્રપણે કામ કર્યું હતું. વર્ષ 2011માં હું સીએ થયો અને પછી હું ઇનડાયરેકટ ટેક્સ, ઇન્ટરનેશનલ ટેક્ષ ટ્રાન્સફર પ્રાઇઝિંગ, બિઝનેસ વેલ્યુએશન વગેરે કામ કરું છું. વર્ષ 2014 પછી કાયદામાં ઘણા ફેરફારો આવ્યા જેમાં જીએસટી, રેરા, આઇબીસી, બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેકશન એક્ટ, કંપનીઝ એક્ટ બદલાયો વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2012માં ઇસાનો સર્ટીફિકેશન કોર્ષ કર્યો હતો, વર્ષ 2013માં સર એલ.એ.શાહ લો કાૅલેજમાંથી મેં એલએલબી કર્યું અને વર્ષ 2017માં જીએસટી કોર્ષ, વર્ષ 2018માં IND-AS કોર્ષ અને વર્ષ 2019માં ડિપ્લોમા ઇન્ટરનેશનલ ટેક્ષ ટ્રાન્સફર પ્રાઇઝિંગ કોર્ષ કર્યો હતો અને રજિસ્ટર્ડ વેલ્યૂઅર આૅફ સિક્યોરિટીઝ અૅન્ડ ફાઇનાન્સીયલ એસેટ આૅફ આઈબીબીઆઈ, આઈઆઈએમ- અમદાવાદમાંથી એક્ઝીક્યુટીવ પ્રોગ્રામ મૅનેજમેન્ટ અૅન્ડ ફાઇનાન્સનો કોર્સ કર્યો હતો જેનાથી મને બિઝનેસમેનનું માઇન્ડસેટ સમજવા મળ્યું હતું. 

    તેમણે જણાવ્યું કે વર્ષ 2020માં લોકડાઉનમાં મેં ઇન્ડિપેન્ડન્ટ ડિરેકટરનો કોર્ષ કર્યો હતો. હું કમિશનર અપીલ્સમાં અને ઇન્કમટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલમાં હીયરીંગ સ્વતંત્રપણે કરું છું. હું સીઆઈઆઈ ગુજરાતમાં પેનલ મેમ્બર છું અને નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં ગેસ્ટ લેક્ચરર પણ છું. હું ICAI, CAA, BCAS, CII MSME ोAND STARTUP COMMITTEE, IIM-A ALUMNI, CII Yi અને GCCIમાં મેમ્બર છું. આ ઉપરાંત CII Yiના એન્ટરપ્રેન્યોરશિપ વર્ટિકલનો કો-ચેર પણ છું. અમારી ફર્મ હાલમાં ઓડિટ, IND-AS કન્સલ્ટન્સી, જીએસટી, રેરા, ઇન્ટરનૅશનલ ટેક્ષ ટ્રાન્સફર પ્રાઇઝિંગ, મર્જર અૅન્ડ એક્વિઝીશન, રીસ્ટ્રકચરીંગ, બિઝનેસ વેલ્યુએશન, ફેમા અને આરબીઆઈ કંપ્લાયન્સીસ, પ્રોજેકટ ફાઇનાન્સ, ફંડ રેઝીંગ, ડાયરેકટ અૅન્ડ ઇન્ડાયરેકટ ટેક્ષ લિટિગેશન, બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી એક્ટનું કન્સ્લ્ટેશન અને લીટીગેશન, ઇન્કમટેક્ષ અને જીએસટીના સર્ચ અને સર્વેના કામ, ઇન્કમટેક્ષ સેટલમેન્ટ કમિશન કેસીસ, પી.એમ.એલ.એ.ના કેસીસ, ઈડી વિભાગમાં પણ કેસ રીપ્રેઝન્ટેશન કરીએ છીએ, કંપની લો કંપ્લાયન્સીસ વગેરે કામગીરી કરે છે. ઇન્સાઈટ સક્સેસ ઇન્ટરનૅશનલ મેગેઝીનમાં અમારી ફર્મનો દેશની ટોપ ટેન મોસ્ટ એડમાયર્ડ ફર્મમાં સમાવેશ થયો છે અને દર વર્ષે અમે નોમિનેટ થઈએ જ છીએ. 

    તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં હું ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એક્ઝામ, ફોરેન્સિક ઓડિટ, સીએની ડિગ્રી ઇન્ટરનેશનલી મેળવવા માંગુ છું. હાલમાં હું એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ અને યંગ એન્ટરપ્રેન્યોર્સ માટે મેન્ટરશિપ કરી રહ્યો છું. જોકે, ભવિષ્યમાં મારે યંગ એન્ટરપ્રેન્યોર્સ સાથે મોટાપાયે મેન્ટરશિપ કરવી છે. મને ક્રિકેટ, ફૂટબોલ અને બેડમિંગ્ટન રમવાનો શોખ છે અને મને નવા લોકોને મળવું ગમે છે. અમારી કંપનીના એસોસીએટ્સ આણંદ, વડોદરા, રાજકોટ, મુંબઈ, જયપુર, પૂને અને દિલ્હીમાં છે. અમારા ક્લાયન્ટસ ગુજરાત, મુંબઈ, દિલ્હી, અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઈ, આૅસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપોરમાં છે. અમારે ગ્લોબલ ટાઇઅપ્સ કરવા છે અને એસોસિએટસ પણ વધારવા છે. અમારે આર્ગેનિક અને ઇનઓર્ગેનિક વૃદ્ધિ કરવી છે. અમારી ફર્મ પાસે ફાર્માસ્યુટીકલ્સ, રીયલ એસ્ટેટ, સર્વિસ સેકટર, આઇટી અૅન્ડ આઇટીઇએસ સેકટર, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, કેમિકલ્સ, રીક્રિએશન્લ ક્લબ્સ, હોટલ, માઇનિંગ સેકટર, ફૂડ આઉટલેટ્સ અૅન્ડ રેસ્ટોરન્ટસ, રીટેલ, સ્ટાર્ટઅપ્સ અને મેન્યુફેક્ચરીંગ અૅન્ડ એન્જીનીયરીંગ ક્ષેત્રના ક્લાયન્ટસ છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે મારા પરિવારમાં પિતા ધીરેનભાઈ, માતા ઇરાબહેન, પત્ની આશિતા જે ટેક્સટાઇલ ડિઝાઇનર છે અને તે આશિતા શાહ લાઇફસ્ટાઇલ પ્રોડકટસ તૈયાર કરે છે  જેમાં સોફટ ફર્નિશિન્ગસ, બેબી પ્રોડકટસ, ક્વીલ્સ અને બેડશિટ્સનો સમાવેશ થાય છે. મારી પુત્રી નાયરા છે. મારી બહેન નુપુર મહેતા લોયર છે અને તે ફર્મમાં લીગલ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. એ ફર્મમાં વર્ષ 2015માં જોડાઈ હતી. તે હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ, એનસીએલટી, આઇપીઆર, બેનામી પ્રોપર્ટી ટ્રાન્સેકશન એક્ટ લીટીગેશનનું કામ સંભાળે છે. મારા બનેવી આત્મન મહેતા મેન્યુફેકચરર છે કે જેઓ હોસ્પિટલ બેડ્સ અને હોસ્પિટલ ફર્નિચર તૈયાર કરે છે. તેમનો પુત્ર રીધાન મહેતા છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!