• જો તમે પેશન માટે કામ કરો તો સફળતા મળે : વિનય પંજવાણી
    સક્સેસ સ્ટોરી 23-3-2022 08:25 AM
    • મારા મેન્ટર્સ ફૌઝાન હુસેન અને રઘુ રાય તથા બી.વી.દોશી પાસેથી હું ઘણું શિખ્યો છું
    • નૅશનલ જ્યોગ્રાફિકની આઠ ફોટોગ્રાફરોની સ્પર્ધામાં હું રનર્સઅપ બન્યો હતો
    અમદાવાદ

    જો તમે પેશન માટે કામ કરો તો સફળતા મળે છે અને આર્ટ કેન નોટ બી એ બિઝનેસ એવું વિનય પંજવાણીએ જણાવ્યું હતું. 

    ડોક્યુમેન્ટરી અૅન્ડ આર્કિટેચરલ ફોટોગ્રાફર અને ફિલ્મમેકર વિનય પંજવાણીએ  ‘ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા દાદા પ્રેમચંદ પંજવાણી પાકિસ્તાનથી વર્ષ 1947માં ભારત આવીને હરદ્વારમાં વસ્યા હતા અને તેમણે શરૂઆતમાં હાર્ડવેર અને પછી હોટલનો બિઝનેસ કર્યો હતો. મારા પિતા રમેશભાઈ વર્ષ 1965માં અમદાવાદ આવ્યા હતા અને તેમણે લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. મારો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ મેં એચ.એલ. કાૅમર્સ કાૅલેજમાંથી બીકોમ કર્યું હતું અને પછી વિદ્યાનગરમાંથી માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. મેં ત્રણ મહિના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્ન તરીકે માર્કેટિંગમાં કામ કર્યું હતું અને પિતાના બિઝનેસમાં જોડાયો હતો. પછી મેં જોડે પેકિંગનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો. વર્ષ 2002માં એનઆઈડીમાં પાંચ દિવસનો ફોટોગ્રાફીનો કોર્ષ કર્યો હતો અને ત્યારબાદ એક વર્ષ સુધી દર રવિવારે ગામડાઓમાં જઈને અમે લોકો જુદી જુદી તસવીરો લેતા હતા. પછી મેં એ કેમેરો વેચી દીધો હતો. ત્યારબાદ ઓનલાઇન સ્પર્ધામાં હું મારા અગાઉ પાડેલા ફોટા મોકલતો હતો અને જેમાં મને પાંચ-છ અૅવાૅર્ડ મળ્યા હતા જેમાં નૅશનલ પ્રેસ ફોટોગ્રાફર્સ એસોસિએશન આૅફ અમેરિકા, સોની વર્લ્ડ ફોટો, ઇપોકટાઇમ્સ, રેડ ફ્રેમ્સ ઇન્ટરનૅશનલ, આઈ અૅન્ડ બી મીનીસ્ટ્રી ભારત વગેરેનો સમાવેશ થાય છે. 

    તેમણે જણાવ્યું કે અૅવાૅર્ડસ મળતાં વર્ષ 2007માં મેં ફરીથી કેમેરો ખરીદ્યો હતો. ઇન્ડિયા ટુડેના ચીફ ફોટોગ્રાફર ફૌઝાન હુસેનની તસવીરોના એક્ઝિબિશનની મેં મુલાકાત લીધી હતી અને તેમની સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે મુંબઈની પિરામલ ગેલેરીમાં મારી તસવીરોનું એક્ઝિબિશન યોજવું છે. તેમણે પોતે ત્યાં વાત કરીને સવા વર્ષ પછીની તારીખ મારા માટે બુક કરાવી દીધી હતી. હવે ત્યાં એક્ઝિબિશનમાં તસવીરો રજૂ કરવા માટે મારે નવા ફોટા શુટ કરવા પડે અને એટલે મેં તેમને માર્ગદર્શન આપવા વિનંતી કરી હતી. પછી મેં ફેસ્ટીવલ્સ આૅફ ઇન્ડિયાના ફોટો શુટ કરીને એક્ઝિબિશન યોજ્યું હતું. નૅશનલ જીયોગ્રાફિકે આઠ ફોટોગ્રાફરોની સ્પર્ધામાં ભાગ લેવા મને આમંત્રણ આપ્યું હતું અને તેમાં ભાગ લેવા હું એક મહિનો શ્રીલંકા ગયો હતો અને છેવટે એ સ્પર્ધામાં હું રનર્સઅપ બન્યો હતો. આથી મારો આત્મવિશ્વાસ વધતાં 3 મહિના સુધી ભારતમાં શો કર્યા જે બહુ પોપ્યુલર થયા હતા. વર્ષ 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મેં ફોટા શુટ કર્યા હતા. પ્રસિધ્ધ ફોટોગ્રાફર રઘુ રાયને મળવાની મારી ઘણી ઇચ્છા હતી અને વર્ષ 2013માં દિલ્હીમાં તેમને પહેલી વાર મળ્યો હતો. તેના છ મહિના પછી તેમણે મારો સંપર્ક કર્યો કે તેઓ ગુજરાત પર એક બુક તૈયાર કરી રહ્યા છે તો તે માટે મને આસિસ્ટ કર અને તેમણે મને શિષ્ય તરીકે સ્વીકાર્યો હતો. હું યુનિસેફ ગુજરાત સાથે જોડાયો હતો અને નિકોન કંપનીમાં હું એ વખતે ટ્રેઇનર બન્યો હતો અને હાલમાં હું ઇન્ફ્લુઅન્સર છું. જાણીતા આર્કિટેક્ટ બી.વી.દોશીને મળવાની પણ મારી ઘણી ઇચ્છા હતી અને તેઓ વિવિધ બિલ્ડીંગોમાં હોય એવા ફોટા શુટ કર્યા હતા જેનો અૅવાૅર્ડ વિજેતા બુક ‘આર્કિટેકચર આૅફ ધ પીપલ’માં સમાવેશ થયો છે અને વિશ્વમાં દિલ્હી, જર્મની, ઓસ્ટ્રીયા, શાંઘાઈ અને શિકાગોમાં તેના એક્ઝિબિશન યોજાયા છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2015માં મારા પિતાનું અવસાન થતાં ફરીથી મારે ફેકટરીઓ સંભાળવી પડી હતી અને વર્ષ 2017માં બિઝનેસ બંધ કરીને હું ફૂલટાઇમ ફોટોગ્રાફર બન્યો હતો. જોકે, પ્રથમ મહિનો મને કોઈ કામ મળ્યું નહોતું. ત્યારબાદ યુનિસેફ ઇન્ડિયાનો નૅશનલ ફોટોગ્રાફર બન્યો હતો, એનડીડીબીનો કન્સલ્ટન્ટ બન્યો હતો. મેં 200 વર્કશોપ કરીને 7000 ફોટોગ્રાફરોને તાલિમ આપી હતી. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ પ્રસંગોના ફોટા શુટ કર્યા છે જેમાં નવી સંસદનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ આૅફ યુનિટી વગેરેનો સમાવેશ થાય છે. મારા મેન્ટર્સ ફૌઝાન હુસેન અને રઘુ રાય તથા બી.વી.દોશી પાસેથી હું ઘણું શિખ્યો છું. રઘુ રાયે બે મહત્ત્વની શિખામણ આપી છે - ગુરૂ-શિષ્યોની પ્રથા ખતમ થવા આવી છે અને ફોટોગ્રાફી માટે દરરોજ પ્રેક્ટીસ કરો. મારા પરિવારમાં માતા સોનિયાબહેન, પત્ની અર્ચનાબહેન, પુત્રી ખુશી કાૅલેજમાં અને પુત્ર વીર સ્કૂલમાં અભ્યાસ કરે છેનો સમાવેશ થાય છે.  

    તેમણે જણાવ્યું કે આગામી તા. 5થી 7 ફેબ્રુઆરી સુધી રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ જેસલમેરના સહયોગથી રોકોલાબરેટીવ આત્મા બિલ્ડીંગમાં મારું આઠમું સોલો એક્ઝિબિશન યોજવાનું છે જેમાં પ્રિ-રજીસ્ટ્રેશન દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે.  
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!